મધુ સંચય : આત્માની પરખ

રાત પડવાની તૈયારી હતી. અંધકારના ઓળા ધીમે ધીમે પૃથ્વી પર ઉતરી રહ્યા હતા. લગ્રની ધાંધલ -ધમાલ અને મહેમાનોના શોરબકોરમાંથી કઇક છુટકારો મેળવવા પરવીન ધાબા ઉપર આવીને ઉભી રહી. અને ઊંડો શ્વાસ લીધો. આ એની પ્રિય જગ્યા. સાંજના સમયે જયારે પંખીઓના ટોળા પોતાના માળા ભણી પાછા ફરી રહ્યા હોય ત્યારે એ અચૂક આમ આવીને ઉભી રહેતી. જો કે , આજે તો અમ્મીએ કહ્યું હતું, પરવીન, ઘરમાં આટલા મહેમાન છે, કામના ઢગલા પડ્યા છે. આજે અગાશી પર નહિ ચઢી જતી સમજી !

Related posts

Leave a Comment