જાતે પકવો જાતે ખાવ

જૈવિક નિયંત્રણમાં ઉપયોગી ફૂગ મિત્રો આપણી ખેતી હવે આપણે આપણા કુટુંબના પોષણને અવગણીને કરી રહ્યા હોઈએ તેવું તમને નથી લાગતું? કેમ આપણે ખેતી કરીએ ત્યારે હવે માર્કેટ અને ભાવને જોઈએ છીએ અને કોઈ કોઈ તો બાજુ વાળો જે કરે છે તે પ્રમાણે કરે છે. આપણે આપણા કુટુંબની જરૂરીયાતોને પણ ભુલી જઈએ છીએ. દા.ત. આપણે એમ સમજીએ છીએ કે એકલો કપાસ કરી લેવો છે અને આપણી જરૂરીયાતના ઘઉ બાજરો, કઠોળ, શાકભાજી શહેરના લોકોની જેમ ખુલ્લા બજારમાંથી લઈ લઈએ છીએ જે હકીકતે ઓર્ગેનીક રીતે થોડો વિસ્તાર ફાળવીને આપણી કુટુંબ પુરતી જરૂરીયાત આપણે સહેલાઈથી પુર્ણ કરી શકવાના હોવા છતા કડાકુટમાં પડવાને બદલે ટુંકો રસ્તો અપનાવીએ છીએ. હકીકતે આપણે આપણો કેશ ક્રોપ, પશુ માટે ચારો, લીલોપડવાશ, ફળો, મુળવર્ગના પાકો,લાકડુ, પશુપાલન બધુ જ કરી શકીએ છીએ. આપણે એવુ પણ કરી શકીએ કે આપણું વાવેતર એવું હોય, રોજે રોજ, અઠવાડીયાથી અઠવાડીયા, મહિનાથી મહિનાની રોજની આવક આપણી ખેતી માંથી ઉંભી કરીને સરવાળે વિશેષ નફો કરી શકીએ છીએ. ખેતી એ આવતા દશકાની સમૃધ્ધિ છે તેટલું જાણશો.


 
   

 100 total views,  3 views today

Related posts

Leave a Comment