વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો ગરીબ દેશોને ભૂખમરાથી બચાવવા માટે ચોખામાં પણ પ્રોટીન મળે તેવા ગોલ્ડન રાઈસ, જેવી રીતે કઠોળ પાકોમાં મૂળમા રહેલા નાઈટ્રોજન ફીકસેશન બેકટેરીયા મૂળગંડીકા દ્વારા સહજીવી જીવન જીવીને છોડને હવામાનો નાઈટ્રોજન પૂરો પાડે છે. તેવી જ રીત આવી મૂળ ગંડીકા બીજા પાકમાં પણ પેદા થાય તેવા બાયો ટેકનોલોજી પાકો હવે આવશે તો યુરીયા ની જરૂરીયાત કેટલી બધી ઘટી જશે… આવા છોડ હવામાંથી નાઈટ્રોજન મેળવી લેશે.
કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.
@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૭-૭+૨૦૧૮




























