ઉત્પાદન વધારવાની અનોખી રીત

ચીનના ખેડૂતો એકરદીઠ ૧૪૦૦૦ કપાસના છોડ લગાડે છે, ઘાટું વાવેતર અથવા ટુંકા અંતરે એકર દીઠ વધુ છોડ વાવેતર કરવાથી કપાસની ખેતીમાં ફાયદો થાય છે. આવું આપણે છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ અને ધણા ખેડૂતોએ તે અંગે અખતરા પણ કર્યા છે.
ઘાટું વાવેતર અથવા તો એકર દીઠ મહત્તમ છોડ વાવવા એટલે કે હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન (HDP) અથવાતો ઓપ્ટીમમ પ્લાન્ટ પોપ્યુલેશન (OPP) આ અખતરો પોતાના ખેતર ઉપર કરવો હોય તો મનમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે કે શું ગમે તે જમીનમાં ઘાટું વાવેતર થઈ શકે ? શું ગમે તે બોલગાર્ડ જાતને ઘાટા વાવેતર માટે ઉપયોગમાં લઈ શકાય ? બીનપિયત અને પિયત કઈ પરિસ્થિતિમાં ઘાટું વાવેતર સફળ નીવડે ? એકર દીઠ વધુ છોડ હોય ત્યારે પોષણ કેટલું વધુ આપવું જરૂરી અને એવી કઈ ખાસ ટેકનીક અપનાવવી જેથી ઉત્પાદન વધે ? ડુંખ કાપવી શા માટે ફરજીયાત અને છોડની વૃધ્ધિ સપ્રમાણ કરવા વૃદ્ધિ નિયંત્રકો  શા માટે છાંટવાના આવા અનેક પ્રશ્નો મનમાં આવે.
કપાસની ખેતીમાં આપણે પાક ઉત્પાદન વધારવું પડશે અને એ પણ ખાસ નવી ટેકનીક દ્વારા જેમાં પોતાના જ ખેતરમાં એકર દીઠ વધુ છોડ વાવીને સુર્ય પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી જરૂરી પાક પોષણ અને માઈક્રોન્યુટ્રીયન્ટ નો સપ્રમાણ ઉપયોગ કરી એકરદીઠ ઉત્પાદન વધારી શકાય છે. ૩ x ૧ના વાવેતર કરો, ૩ ફૂટે ડુંખ કાપવી અને પોષણ અને માઈક્રોન્યુટ્રીયન્ટના છંટકાવ  દ્વારા ખૂબ જ આવકારદાયક પરિણામો મળે છે.
એક પ્રયોગમાં જોવા મળ્યું છે કે ૩ x ૧ ફુટના અંતરે કપાસનું વાવેતર કરેલ હતું ત્યાં  પ્રત્યેક ખેડૂતને છોડ દીઠ જીંડવાની સંખ્યા પરંપરાગત વાવેતર કરતા વધુ હતી. છોડની ડુંખ ૩ ફૂટે કાપી હતી અને માઈક્રોન્યુટ્રીયન્ટના છંટકાવ ઉપરાત વૃદ્ધિ નિયંત્રકના છંટકાવ  કર્યા હતા. છોડની ડુંખ છોડ ૩ ફુટનો થાય ત્યારે જ કાપી દેવામાં આવી હતી જેને વિધે છોડ સપ્રમાણ વિકસીત થયા હતા અને વધુ જીંડવા લાગ્યા હતા.

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૦-૭+૨૦૧૮  

Related posts

Leave a Comment