ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે. આજે ભારતના ખેડૂતો સ્માર્ટફોન વસાવીને પોતાની ખેતીના પ્રશ્નોની ચર્ચા ઈમેજ મોકલીને કરી રહ્યા છે. ટૂંકમાં હવે ઈમેજીસ નો જમાનો છે.ચિત્રનો જમાનો છે વિશ્વમાં અનેક દેશોમાં સેટેલાઈટ ઈમેજ દ્વારા ખેતીને વધુ ઉત્પાદન આપતી કરવા મદદ મળી રહી છે આપણે પણ વિશ્વથી પાછળ રહેવું હવે પાલવે તેવું નથી. ઈસરો આપણી મદદે આવ્યું છે. ઈસરો એટલે ઇન્ડીયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ રીમોટ સેન્સીંગ સેન્ટર નજીકના વર્ષોમાં આપણને નીચા જણાવેલી સવલતો ના લાભ આપણા સુધી પહોચાડી શકે છે.
  1.  ક્યાં પાકનું કેટલું વાવેતર દેશમાં સરકારને મળી શકશે. જેથી ઉત્પાદન અંગે પણ પહેલેથી અનુમાનો થઇ શકશે.
  2. જમીનની માપણી અને તેને લગતા પત્રકો હવે સેટેલાઈટ ઈમેજ દ્વારા શક્ય બનશે.
  3. આપણા ખેતી પાકોમાં ક્યાં પ્રદેશમાં ક્યાં રોગનું સંક્રમણ છે અને પાકમાં કઈ જીવાત  આવી છે તેનું પણ બુલેટીન બહાર પાડી શકાશે.
  4. કમાંડ  એરિયામાં તળમાં પાણીના કેટલા સોર્સ છે અને તેનું અનુમાન પણ થઇ શકશે.
  5. ક્યાં રાજ્યમાં ક્યાં પાકનું વાવેતર વધ્યું અને ખેડૂતો ક્યાં પાક તરફ વળ્યા છે તેનું અનુમાન શક્ય બનશે.
  6. બાગાયત પાકોનો વાવેતર વિસ્તાર કેટલો છે તે જાણી શકાશે.
  7. તમારા ખેતરમાં તમે કયો પાક કેટલો કયો છે તે સેટેલાઈટ ઈમેજ થી જાણી શકાશે.
  8. ક્યાં વિસ્તારમાં દુષ્કાળની કેટલી અસર છે અને સવલતો ક્યાં પહોચાડવી તેનું નિર્દેશન મળશે.
ટૂંકમાં ટેકનોલોજી આવી રહી છે કે અત્યારે જે રીતે અનુમાન કરીને કોઈ પાંચ જણાને પૂછીને કપાસનું વાવેતર આટલા લાખ હેક્ટરમાં થયું અને ઉત્પાદન આટલું થશે તે આંકડાઓ હવે સચોટ મળશે. વિદેશમાં ક્યાં વિસ્તારમાં મોલોમશીનો ઉપદ્રવ થયો છે તેનું એલર્ટ બુલેટીન બહાર પડે છે તેવું હવે ભારતમાં પણ શક્ય બનશે.
www.nrsc.gov.in/agriculture

કૃષિ વિજ્ઞાન ન્યુઝ જો આપને ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો.  

@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૨-૭+૨૦૧૮  

Related posts

Leave a Comment