ઇન્ફોર્મેશન ઇસ પાવર

આ સૂત્ર ગુજરાત ના હજારો ખેડૂતોમાં કૃષિ વિજ્ઞાન માસિક દ્વારા વર્ષોથી  પ્રચલિત કરવામાં આવ્યું છે. માહિતી હોય તો પ્રગતી નિશ્ચિત છે. આજ સુધી આપણી પાસે  ખેતીનું સીમિત જ્ઞાન હતું તેથી વચેટિયાઓ દ્વારા ખેડૂતનું શોષણ થતું હતું. જ્ઞાન વગર ધંધો હોય કે ખેતી બધું જ પાછળ રહે છે. ખેતીમાં પણ વિજ્ઞાનનો યુગ આવી ગયો છે મોબાઈલ ટેકનોલોજીએ આપણા હાથમાં જ્ઞાનનો દરિયો ગુગલના માધ્યમથી મૂકી દીધો છે. આજ સુધી ગુલાબી ઈયળ માટે કઈ દવા છાંટવી કે કથીરી માટે કઈ દવા તે જાણ ન હતી કથીરી અને થ્રિપ્સની દવા જુદી કેમ તે ખબર ન હતી. અથવાતો વેપારી ઉપર નિર્ભર રહી તે જે આપે તે છાંટવું તેવો વિશ્વાસ રાખવો પડતો હતો. પરંતુ આ અજ્ઞાનનો લાભ તેણે ઘણા વર્ષો સુધી લઈને ભારોશાની ભેંશને પાડો આવ્યો તેવું કરતા રહ્યા, પરંતુ હવે “દુનિયા મેરી મુઠ્ઠીમે” સુત્ર સાચું થઇ ગયું. કૃષિ જ્ઞાન હાથવગું બની ગયું છે આજેજ મોબાઈલ એપ, યુટ્યુબ, વોટ્સઅપ કે ઈમેઈલ અને ગુગલના માધ્યમથી આપણી ખેતીની સમસ્યાનો ઉકેલ પળવારમાં મળે છે. ઘણા કૃષિ નિષ્ણાંતોના સંપર્ક રાખી શકાય છે. દુનિયા બદલી રહી છે. કૃષિ વિજ્ઞાન જેવા મેગેઝીનો હવે તેના બ્લોગ અને ફેશબુક પેઇઝમાં વાંચવા મળે છે.
જમાનો બદલાયો છે જવાબ શું છે ? તે ખબર ન હોય તો ચાલે પણ પ્રશ્ન કરતા આવડે તે જીતી જાય છે. ગુગલ એટલે શું ? જેને સાચો પ્રશ્ન કરતા આવડે તે આ દુનિયામાં અગ્રેસર રહીને કહેશે કે ઇન્ફોર્મેશન ઇસ પાવર.

@સાભાર કૃષિ વિજ્ઞાન તા. ૧૨-૭+૨૦૧૮  

Related posts

Leave a Comment