ડમ્પિંગ ઓફ

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય ફાયટોપ્થોરાથી પણ ખુબ મોટું નુકશાન થાય છે તેની વાત હવે પછી કરીશું. ચોમાસું બેસતા જ મરચીના પાકમાં શું કરવું ?
૧.  ડમ્પિંગ ઓફ

આને ઉગતો સુકારો કહે છે. જે પિથીયમ, રાઈઝેકટોનીયા અથવા ફ્યુંઝેરીયમના બીજાણું દ્વારા ફેલાય છે આ રોગ પાણી ભરાય રહે તેવી જગ્યામાં ખાસ જોવા મળે છે. આ રોગ રોપના ક્યારામાં કે ફેરરોપણી પછી તરત પહેલા વરસાદના લીધે ફેલાય છે. રોપ સારી જગ્યાએ કરો , પાણી ભરાય ન રહે તે ખાસ જુઓ,
શું કરવું ? 
      1. બાવીસ્ટીન + એલીએટ ૩૦ ગ્રામ/પંપ     અથવા
    1. રીડોમિલ ગોલ્ડ ૨૫ ગ્રામ / પંપ               અથવા
    2. હેક્ઝાકોનાઝોલ ૨૫ ગ્રામ / પંપ             અથવા
    3. વેલીડામાયસીનનું થડે થડે ડ્રેન્ચિંગ કરો

Related posts

Leave a Comment