આપણું કર્તવ્ય : ચાલો અભિગમ બદલીએ

વર્ષો પછી આજે અલગ જ આનંદનો અનુભવ થયો અને ઘરે પહોચતાં જ મે હાથ પગ ધોયા ત્યાં જ તેમણે કહ્યું, કેમ આટલા ખુશ દેખાવ છો? મે કહ્યું આજે બધુ જ કામ ધાર્યું હતું તે પતિ ગયું. એમણે કહ્યું, એમાં આટલા ખુશ? તમે તો પાક્કા ખેડૂત બની ગયા. ના, હું ખેડૂત જ હતો અને છુ જ. મારા લોહીમાં ખેતી જ છે પણ ઘણા સમયે મને મારૂ ગમતું કામ કરવાનો મોકો મળ્યો છે. અને હું એનો ભરપૂર આનંદ ઉઠાવું છુ.