કુદરતની કેડીએ : આ મહામારીઓ ખેડૂતોને શો સંદેશો આપે છે ?

ખેડૂત મિત્રો ! આમ સમજીએ તો આ મહામારી આપણા માટે એક પ્રાથમિક ચેતવણી છે. જો ઝેરી ખોરાક ખાવાનું ચાલુ રાખશું તો એને આંટે એવા બીજા રોગો પ્રગટવાની સંભાવનાઓ લાઇન લગાડી રાહ જોઇ રહી છે. એનાથી બચવા-રોગપ્રતિકારક શક્તિ બળવત્તર બને તેવો ખોરાક અને ઔષધીય ચીજ-વસ્તુઓ પણ જો ગુણવત્તામાં શ્રેષ્ઠ અને બીનઝેરી-રસાયણમુક્ત હોય તો જ આ હેતુ પાર પડે એવું છે, ત્યારે આ “કોરાના-આક્રમણ” પરથી ધડો લઈ ખેડૂતોએ હાલ થઈ રહેલી ખેતી પદ્ધત્તિમાં અને લેવાતા ખેતીપાકોમાં કોઇ ફેરફારો કરવાની જરૂર જો દેખાઇ રહી હોય તો ક્યા પ્રકારના ફેરફારો કરવાની જરૂર છે, તેના…