કુદરતની કેડીએ : આ મહામારીઓ ખેડૂતોને શો સંદેશો આપે છે ?

ખેડૂત મિત્રો ! આમ સમજીએ તો આ મહામારી આપણા માટે એક પ્રાથમિક ચેતવણી છે. જો ઝેરી ખોરાક ખાવાનું ચાલુ રાખશું તો એને આંટે એવા બીજા રોગો પ્રગટવાની સંભાવનાઓ લાઇન લગાડી રાહ જોઇ રહી છે. એનાથી બચવા-રોગપ્રતિકારક શક્તિ બળવત્તર બને તેવો ખોરાક અને ઔષધીય ચીજ-વસ્તુઓ પણ જો ગુણવત્તામાં શ્રેષ્ઠ અને બીનઝેરી-રસાયણમુક્ત હોય તો જ આ હેતુ પાર પડે એવું છે, ત્યારે આ “કોરાના-આક્રમણ” પરથી ધડો લઈ ખેડૂતોએ હાલ થઈ રહેલી ખેતી પદ્ધત્તિમાં અને લેવાતા ખેતીપાકોમાં કોઇ ફેરફારો કરવાની જરૂર જો દેખાઇ રહી હોય તો ક્યા પ્રકારના ફેરફારો કરવાની જરૂર છે, તેના વિશે વિચારી, તેને અમલમાં મૂકવાનો પૂરો સમય પાકી ગયો છે ગણાય.

આ પણ તમને વાંચવું ગમશે.

Leave a Comment