ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો (yellow nutsedge) તરીકે પણ ઓળખાય છે. ચીઢો બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, એકદળી નીંદણ છે. બધી જ જગ્યાએ, બધા જ પાકોમાં અને બધી જ ઋતુઓમાં થાય છે, જો કે શિયાળામાં ઓછી વૃદ્ધિ હોય છે. બધા જ પ્રકારની જમીનમાં થાય છે, પથરાળ જમીનમાં પણ થાય છે. ભારે કાળી, ચીકણી, ફળદ્રુપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. તેનું પ્રસર્જન અને ફ્લાવો મુખ્યત્વે કંદ દ્વારા ૯૦ – ૯૫% અને બીજ દ્વારા ૫-૧૦% થાય છે. જમીનમાં ચીઢાના એક છોડને ૨-કંદની સાંકળ હોય છે. સાનુકૂળ પરિસ્થિતિમાં એક ચોરસ ફૂટ વિસ્તારની જમીનમાં ચીઢાના પ૬ નવા છોડ અને ૨૬૦ નવા કંદ ઉત્પન્ન થઈ શકે છે. એક માતૃ કંદમાંથી એક મહિનામાં ૪ અન્ય કંદ ઉત્પન્ન થાય છે, આમ, ૩ મહિનામાં કંદની વસ્તી અંદાજે ૧૦૦ સુધી પહોંચે છે. ચીઢોના પાન લીસા તેમજ જાડા હોવાથી દવા પાન પર ટકી શકતી ન હોઈ, પાન દ્વારા બરાબર શોષતી નથી. ઉપરાંત જમીનમાં કંદની હારમાળા હોઈ, શોષાયેલ દવા માંડ એકાદ-બે કંદ સુધી પહોંચે છે. તેથી બાકીના કંદમાંથી નવો છોડ ફૂટે છે. આમ તો ચીઢોનું સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું શક્ય નથી, તેમ છતાં સંકલિત ઉપાયોથી ચીઢોને કાબુમાં રાખી શકાય છે. 

 • ઉનાળામાં ઊંડી ખેડ કરી સૂર્યના સખત તાપમાં જમીન તપાવવી. જમીનમાંથી ઉપર આવેલ કંદ ૧૪ દિવસ સૂર્યના તાપમાં રહે તો સુકાઈ જાય છે. કંદમૂળીયા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો મે-જૂન માસમાં જમીન પર પ્લાસ્ટિક આવરણ પાથરી ૧૫ દિવસ જમીનનું સૌરકરણ કરવું. 
 • વારંવાર ખેડ કરી ચીઢો -છોડનો નાશ કરવો, જેથી જમીનની અંદર રહેલ કંદમાં સંગ્રહિત ખોરાક ખાલી થાય અને કંદ ધીમે ધીમે ઉપર આવે.
 • ચીઢો છયા સંવેદનશીલ હોઈ, છાંયાવાળા પાકો જેવા કે જુવાર, તુવેર, એરંડાનું વાવેતર કરવું. ચીઢો વાળી જમીન પર ઘઉંનું કુંવળ પાથરવું.
 • ચીઢો નીંદણની ૩-૪ પાન અવસ્થાએ ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. અથવા ગ્લાયફોસેટ ૭૧% એસ. જે. દવા ૧૨૦ મિ.લિ. સાથે ૧૦૦ થી ૧૫૦ ગ્રામ એમોનિયમ સલ્ફટ કે યુરીયા ૧૦ લિટર પાણીમાં ઓગાળી નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો.
 • ઉપરાંત  – ગ્લફોસીનેટ એમોનિયમ. દવા ૧૨૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢાવાળા ભાગમાં છાંટવાથી નિયંત્રણ કરી શકાય છે. 
 • ગ્લાયફોસેટ અને ગ્લફોસીનેટ એમોનિયમ અવર્ણાત્મક દવાઓ હોઈ, ઊભા પાકમાં છાંટી શકાય નહીં. જો કે પહોળા અંતરે વવાતા પાકોમાં પાક પર દવા ન પડે તે રીતે નિર્દેશિત છંટકાવ કરી શકાય.
 • છંટકાવ સમયે જમીનમાં ભેજ હોવો જોઈએ. છંટકાવ પછી જમીનમાં રહેલ કંદમાથી નીકળતા નવા છોડમાં પાન દેખાય ત્યારે ફરીથી છંટકાવ કરવો. છંટકાવ બાદ ૨૦ દિવસ સુધી કોઈ ખેતી કાર્ય કરવા નહીં.
 • હેલોસલ્ફ્યુરોન-મિથાઈલ નામની દવા ખાસ ચીઢો માટે જ નોંધાયેલ છે. ચીઢોના નિયંત્રણ માટે પાક ન હોય ત્યારે હેલો ફ્યુરોન-મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. દવા ૧.૮ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે નીંદણ હોય તેટલાં ભાગમાં નીંદણ બરાબર ભીંજાય તે રીતે દ્રાવણનો છંટકાવ કરવો. ફરીથી ઊગેલ ચીઢોના છોડ પર ૧ થી ૨ માસે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ 3 મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં. મકાઈ અને શેરડી સિવાય ઊભા પાકમાં આ દવા છાંટી શકાતી નથી.
 •  ખેતરમાં કોઈ પાક ન હોય ત્યારે હેલોસક્યુરોન મિથાઈલ ૭૫% ડબલ્યુ.જી. ૦.૯ ગ્રામ તથા ગ્લાયફોસેટ ૪૧% એસ.એલ. ૬૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણી પ્રમાણે ટાંકીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાયે બીજો છંટકાવ કરવો. દવા છાંટ્યા બાદ ૩ મહિના સુધીમાં કોઈપણ પાક લેવો નહીં.
 •  બિન-પાક પરિસ્થિતિમાં પૂર્વ-મિશ્રીત દવા ઓક્સીફ્લોર ૨.૫% + ગ્લાયફોસેટ ૪૧% એસ.સી. ૮૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ચીઢો હોય તે વિસ્તારમાં છંટકાવ કરવાથી ચીઢોનું નિયંત્રણ થઈ શકે છે. 
 • આ સિવાય ઈથોકસી સક્યુરોન (ડાંગર અને શેરડીમાં), બેનસફ્યુરોન (ડાંગરમાં), એઝીમસક્યુરોન (ડાંગરમાં), પાયરોઝાસક્યુરોના (ડાંગરમાં), બેન્ટાઝોન (સોયાબીન અને ડાંગરમાં), ક્લોરીબ્યુરોન (સોયાબીનમાં), સલ્ફન્ટ્રાઝોના (શેરડીમાં), ઈમાઝથાપાયર (સોયાબીનમાં), મેટસક્યુરોન (ઘઉં, શેરડી અને ડાંગરમાં), ટ્રાયફ્લોક્સીસફ્યુરોન (કપાસ અને શેરડીમાં), ઈમાઝોફ્યુરોન (ડાંગરમાં) દવાઓ પણ ચીઢોનું અમુક અંશે નિયંત્રણ કરે છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

 29 total views,  1 views today

Related posts