બરુ (Sorghum halepense) નીંદણ

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે ૩૦-૩૫ સે.મી. ઊંડાઈ ધરાવે છે. શિયાળામાં બરુંના છોડ પર પુષ્કળ પ્રમાણમાં બીજ પાકે છે અને પવન મારફ્ત ફ્લાય છે. ત્યાર બાદ જૂના જડીયાં સુષુપ્ત અવસ્થામાં જાય છે. નવી ફૂટ ઉનાળામાં દેખાય છે અને ૩-૪ અઠવાડિયામાં તેમાં જડીયાં બને છે. બરું ખાસ કરીને મકાઈ, બાજરો, શેરડી, કપાસ જેવા પાકમાં ભારે કાળી તથા ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં જોવા મળે છે. 

નિયંત્રણ માટે ઉનાળામાં ખેડ કરવી. નવી ફૂટ પર ડાલાપોન પ-૭.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે ૭-૧૦  દિવસના અંતરે ૨ છંટકાવ કરવા. એ વખત ડીસ્ક પ્લાઉથી ખેડ કર્યા બાદ કપાસ, મકાઈ, સોયાબીનનું વાવેતર કરવું. ટીસીએ ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર છાંટવાથી ૯૯% નિયંત્રણ થાય છે. શેઢા-પાળાં, પડતર વિસ્તારમાં ફૂલ આવે તે પહેલાં ડાલાપોન,  ડાયરોન,  બ્રોમાસીલ કે સોડીયમ ક્લોરેટ,  ગ્લાયફોસેટ, પેરાક્વોટનો છંટકાવ કરવો. 

સાભાર ડો. આર.કે. માથુકીયા

 21 total views,  1 views today

આ પણ તમને વાંચવું ગમશે.