ગુલ્લીદંડા (Phalaris minor)

ગુલ્લીદંડા (Phalaris minor)

ઘઉંના પાકમાં આ પરદેશી ઘુસણખોર આક્રમક નીંદણ છે. પંજાબ, હરિયાણા તથા ઉત્તર પ્રદેશમાં ઘઉંમાં આંતક મચાવી ખેડૂતોની ઉંઘ હરામ કરી નાખેલ છે. તે દેખાવમાં ઘઉં તથા જવને એકદમ મળતું આવે છે, જેમાં એકસરખી ઊંચાઈ તથા સમયે બીજ આવે છે. દરેક છોડમાં ૩૦૦ થી ૪૬૦ ચમકતાં કાળાં, એકદમાં નાનાં ચપટાં બીજ ઉત્પન્ન થાય છે. 

નિયંત્રણ માટે નીંદણના બીજમુક્ત બિયારણનો ઉપયોગ કરવો. આ માટે ઘઉં તથા જવના બીજને ચાળવાથી ગુલ્લીદંડાના બીજ અલગ કરવાં. પાક ફેરબદલી કરવી, ઘઉંના પાકને બદલે ચણાં, રાયડો, મકાઈનું વાવેતર કરવું જેથી ઓળખી શકાય અને ફૂલો આવે તે પહેલાં નાશ થાય. પશુના આહારમાં ઉપયોગ ન કરવો. અસરકારક નિયંત્રણ માટે આઈસોકોમ્યુરોના ૦.૫ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. દવા) પાકની વાવણી બાદ ૨૦-૨૫ દિવસે છંટકાવ કરવો, આ દવાથી ચીલ-બલાડો પણ કાબૂમાં લઈ શકાય છે. કોરાંટ ઘઉંમાં ૨૫ ગ્રામ સલ્ફોસફ્યુરોન દવા ૫૦૦ લિટર પાણીમાં ઓગાળી વાવણી બાદ ૩૦-૩૫ દિવસે છંટકાવી કરવાથી ગુલ્લીદંડાનું અસરકારક નિયંત્રણ થાય છે

સાભાર ડો. આર.કે. માથુકીયા

 39 total views,  1 views today

Related posts