જળકુંભી (કાન ફુટી) (Eichhornia crassipes)

image.png

જળકુંભી પાણીમાં થતી અને તરતી બહુવર્ષાયુ પ્રકારની વનસ્પતિ છે. ૧૦-૨૦ સે.મી. પહોળા પાન પાણીમાં તરતાં રહે છે. પ્રકાંડ લાંબુ, પોચું તથા કંદયુક્ત હોય છે. પુષ્પગુચ્છમાં ૩૦ સે.મી.ની ઊંબી હોય છે. દરેક ઊંબીમાં ૮-૧૫ પીળા રંગના હોય છે. દરેક ક્લમાંથી ૩૦૦૦ થી ૪૦૦૦ બીજ ઉત્પન્ન થાય છે. તેના બીજ પાણીમાં તળીયે ૧૫ વર્ષ સુધી જીવંતા અવસ્થામાં પડી રહે છે. તેનું વાનસ્પતિક પ્રસર્જન થાય છે. એક છોડ એક વર્ષમાં એક એકર વિસ્તારમાં ઉપદ્રવિત થઈ શકે છે. નિયંત્રણ માટે પાણી કે કેનાલમાંથી આવા છોડ ખેંચી, સૂકવી બાળી નાખવા. કેનાલના પ્રવેશમાં જાળી નાખવાથી જળકુંભીનું આગમન રોકી શકાય. પિયત કે પીવા માટે પાણી વાપરવાનું ન હોય ત્યાં ૨,૪-ડી ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વ એક હેક્ટરે વાપરવાથી નિયંત્રણ થઈ શકે છે. ૨,૪-ડી સોડીયમ સોલ્ટ ૨.૦ કિ.ગ્રા. + ગ્લાયફોસેટ ૦.૫ કિ.ગ્રા. અથવા ૨,૪-ડી (સોડીયમ સોલ્ટ) ૨.૦ કિ.ગ્રા. + પેરાક્વોટ ૦.૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે વાપરવાથી પણ જળકુંભીનું નિયંત્રણ થઈ શકે (પિયત અને પીવા માટે પાણી વાપરી શકાય નહીં) જેવિક નિયંત્રણ માટે નિયોચેટીના ઈર્કોની અને નિયોચેટીના બુચી નામના કીટકોનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી ૮૦-૯૦% સફળતા મળી છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

 9 total views,  1 views today

આ પણ તમને વાંચવું ગમશે.