ગંધાતી ફૂલકાકરી (લેન્ટેના) (Lantana camara)

ગંધારી ફૂલકાકરી એ બહુવર્ષાયુ, આક્રમક, પરદેશી આયાતી નીંદણ છે. બહુવિધ રંગના ફૂલ ધરાવતાં આ સુપની આયાત સુશોભન વાડ તરીકે શ્રીલંકામાંથી કરવામાં આવેલી. પરંતુ અત્યારે તેનો ફ્લાવો ચરીયાણ વિસ્તાર, નદી વિસ્તાર, પડતરખરાબાની જમીન, શેઢા પાળા, રસ્તા, જંગલ વિસ્તાર, ઉધાનો, પર્યટન સ્થળો તેમજ પાક વિસ્તારમાં પણ થયેલ છે. તેના બીજનો ફ્લાવો મુખ્યત્વે પક્ષીઓ દ્વારા થાય છે. છોડને કાપ્યા કે બાળ્યા બાદ તેનું પુન:પ્રસર્જન મુકુટમલીકાથી થાય છે. ગંધારી ફ્લકાકરીના પાનમાં લેસ્ટ્રાડેન નામનું ઝેરી રસાયણ હોય છે, જે પશુઓમાં યકૃતમાં ચાંદા તેમજ રક્ત પ્લાઝમામાં ફેરફાર કરે છે. તેના નિયંત્રણ માટે કાપ્યા કે બાળ્યા બાદ થતી ફ્ટ પર ગ્લાયફોસેટ ૦.૭૫-૧% (૧૦ લિટર પાણીમાં ૭૫-૧૦૦ મિ.લિ. દવા) દ્રાવણનો છંટકાવ કરવો. ગ્લાયફોસેટ અને મેટસફ્યુરોનના મિશ્ર છંટકાવથી અસરકારક્તા વધે છે. કાપેલ ગંધારી ફ્લ કાકરીના છોડનો ઉપયોગ લીલા પડવાશ તરીકે, ગળતિયું ખાતર બનાવવા અને બાયોગેસ પ્લાન્ટમાં થઈ શકે છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા 

 57 total views,  1 views today

Related posts