અમરવેલ (નમૂળી, પીળીવેલ, આંતરવેલ) (Dodder, Cuscuta reflexa) પરજીવી નિંદણ

અમરવેલ પૂર્ણ પરજીવી આક્રમક નીંદણ છે. વિશ્વમાં અમરવેલની લગભગ ૧૦૦ પ્રજાતિઓ છે. બીજ ૮-૧૦ વર્ષ જીવીત રહી શકે છે. બીજના ઉગાવા માટે કોઈ ઉત્તેજકની જરૂર રહેતી નથી. અમરવેલના ઊગતાં મૂળ પાના મૂળ સાથે સીધું જોડાણ કરે છે. અમરવેલનો એક છોડ ૨ કિ.મી. સુધી લંબાઈ શકે છે. રજકો મુખ્ય યજમાન પાક છે, ઉપરાંત બરસીમ, રાતલ, અળસી, મગ, અડદ, ચણા તેમજ ઘણાં વૃક્ષો, સુપોમાં પણ જોવા મળે છે. તેનો ફ્લાવો બીજ તથા ટુક્કાં મારક્ત થાય છે. 

નિવારણ : અમરવેલ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ. ઉપદ્રવિત વિસ્તારમાંથી બિન-ઉપદ્રવિત વિસ્તાર તરફ સ્થળાંતર કરતાં પહેલાં કૃષિ મશીનરીની સફાઈ અને બીજ ઉત્પાદન પહેલાં અસ્તિત્વમાં રહેલ વસ્તીને નિયંત્રિત કરવી જેથી અમરવેલના બીજનો ફ્લાવો ના થાય. 

અમરવેલ નિયંત્રણ માટે સામાન્ય પ્રી-ઈમરજન્સા નીંદણનાશકો પ્રોનામાઈડ, ટ્રાયલ્યુરાલીન અને પેન્ટીમીથાલીન સામેલ છે. ડીસીસીએ, પેલાગોનિક એસિડ, ઈમાઝાયોક્સ, ઈમાઝથાપાયર અથવા પરાક્વોટનો પોસ્ટ-ઈમરજન્સ તરીકે ઉપયોગ કરી શકાય છે. જ્યાં ઉપદ્રવ હોય ત્યાં ગ્લાયકોસેટનો છંટકાવ કરવાથી અમરવેલનું સારું નિયંત્રણ કરી શકાય છે. શક્ય હોય તો એક ઓરવાણ પિયત આપી. ઊગેલાં નીંદણો કરબ ચલાવી નાશ કરવાં. એકદળી પાક (ઘઉં, બાજરો, જવ)ની ફેરબદલી કરવી તથા સૂર્યમુખી, ગુવાર કે શણના પાકનું વાવેતર કરવું. આંતરવેલ ગ્રસ્ત નુકસાન પામેલ છોડ દૂર કરવા તથા તે ભાગ બાળી નાશ કરવો. પેરાક્વોટ ૪૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રજકાની કાપણી બાદ છંટકાવ કરી ૨ દિવસ પિયત આપવું જેથી સ્પર્શક દવાથી પરજીવી મરી જાય છે. રજકાના પાકમાં આંતરવેલના નિયંત્રણ માટે પેડીમીથાલીન ૦.૫ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૩૩ મિ.લિ. દવા) રજકાની વાવણી બાદ ૧૦ દિવસે છંટકાવ કરવો. તેલીબિયાનાં પાકોમાં પેડીમીથાલીન ૦.૯ કિ.ગ્રા./હે. (૧૦ લિટર પાણીમાં ૬૦ મિ.લિ. દવા) વાવણી બાદ પરંતુ પાક અને નીંદણ ઊગ્યા પહેલાં છંટકાવ કરવો.  

સાભાર ડો. આર.કે. માથુકીયા

 3,277 total views,  7 views today

Related posts