આગીયો (Striga, striga asiatica) પરજીવી નિંદણ

image.png

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા, આગિયો તેના ઉદાહરણ છે.  જે મુખ્ય પાકમાંથી ખોરાક લઈને જીવે છે અને મુખ્ય પાકને નુકશાન કરે છે. આગિયો  વર્ષાયુ તથા અંશતઃ મૂળ પરજીવી નીંદણ છે. તેનું પ્રસર્જન બીજથી થાય છે. બીજના ઉગાવા માટે ખાસ ઉત્તેજકની જરૂર રહે છે. જમીનમાં ૨૦ દિવસ સંપૂર્ણ પરજીવી જીવન બાદ જમીનમાંથી લીલા છોડ તરીકે બહાર આવે છે. જમીનમાંથી બહાર આવ્યા બાદ ૩૦ દિવસે આગીયાના છોડમાં લાખોની સંખ્યામાં બીજ આવે છે. તેના બીજ માટીના રજકણ જેવા ખૂબ જ બારીક હોય છે. ક્લનો રંગ સફેદથી ગુલાબી હોય છે. વિશ્વમાં આગીયાની ૨૩ પ્રજાતિઓ છે, તે પૈકીની ક્ત ત્રણ સમસ્યાયુક્ત છે. એશીયા ખંડમાં સ્ટ્રીંગા એસીયાટીકા/લુટીયા જોવા મળે છે. જુવાર, બાજરા ઉપરાંત મકાઈ, શેરડી, ડાંગર, તમાકુ, મગફ્ટી, શક્કરીયા વગેરેમાં જોવા મળે છે. આગીયાથી જુવાર, બાજરાના ઉત્પાદનમાં ૧૫-૭૫%નો ઘટાડો થાય છે.

આગીયાનું નિયંત્રણ આગીયાના નિયંત્રણ માટે ફૂલે આવ્યા પહેલાં મૂળ સહિત ઉખાડી નાશ કરવો. જુવારના પાકમાં વાવેતર બાદ ૩૦-૪૫ દિવસે ૨,૪-ડી (એસ્ટર) ૧.૦ કિ.ગ્રા./ હે. (૧૦ લિટર પાણીમાં ૫૦ મિ.લિ. દવા) છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ શકે છે. ૨૦% યુરીયા અથવા ૫% એમોનીયમ સફ્ટક્લ આવવા સમયે છંટકાવા કરવાથી આગીયો સંપૂર્ણ નિયંત્રણમાં આવે છે. જુવાર, મકાઈ, શેરડીમાં નીંદણ ઊગ્યા પહેલાં દાણાદાર એટ્રાઝીન ૦.૫-૧.૦ કિ.ગ્રા./હે. આપવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય. કપાસ, સૂર્યમુખી, મગળી, ચોળા, દિવેલા કે તુવેર જેવા પિંજર પાકો લેવાથી નિવારણ અમરવેલ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઈએ. ઉપદ્રવિત વિસ્તારમાંથી બિન-ઉપદ્રવિત વિસ્તાર તરફ સ્થળાંતર કરતાં પહેલાં કૃષિ મશીનરીની સફાઈ અને બીજ ઉત્પાદન પહેલાં અસ્તિત્વમાં રહેલ વસ્તીને નિયંત્રિત કરવી જેથી અમરવેલના બીજનો ફ્લાવો ના થાય. આગીયાનું પ્રમાણ ઘટે છે. જુવારના ખેતરમાં કાળા પોલિથીનની શીટનો ઉપયોગ કરીને જમીનમાં ૫૦° સે. થી વધુ તાપમાન અને ૨૦-૩૦% ભેજ જાળવી રાખી ૩૫ દિવસ સુધી સોલેરાઇઝેશન કરવાથી આગીયાનું નિયંત્રણ કરી શકાય છે. ફ્યુઝેરીયમ સેમિટેક્ટમ ફૂગ આગીયાના જેવિક નિયંત્રણ માટે ઉપયોગી છે.

સાભાર ડો. આર.કે. માથુકીયા

 117 total views,  2 views today

આ પણ તમને વાંચવું ગમશે.