વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો (Broom rape, orobanche spp.) પરજીવી નિંદણ

વાકુંબો. પૂર્ણ મૂળ પરજીવી છોડ છે. વાકુંબો મુખ્યત્વે પાકની વૃદ્ધિ પામતા તબક્કા, ક્લ તબક્કા, ફળ તબક્કા અને પાકના બીજા તબક્કાને અસર કરે છે. વાકુંબો દ્વિદળીય વાર્ષિક છોડ છે અને તેની દાંડીનો. રંગ પીળાથી ભુખરો હોય છે, જે પીળા, સફ્ટ અથવા વાદળી ફ્લો ધરાવે છે. પાંદડા ત્રિકોણાકાર ભીંગડા છે અને બંને ડાળી અને પાંદડાઓ હરિતદ્રવ્યની ગેરહાજરી દર્શાવે છે. ફ્લો પાંખની ધારમાં દેખાય છે અને સફેદ અને નળીના આકારનું હોય છે. ફળો કેસ્યુલ આકારના હોય છે અને અસંખ્ય નાના કાળા બીજ ધરાવે છે. વાકુંબો એ એક્લોરોફ્લિસ (હરિતદ્રવ્ય વગર) છે, પૂર્ણ મૂળ પરજીવી છે અને તે બીજ દ્વારા ફ્લાય છે અને તેનું મધમાખી દ્વારા પરાગનયન થાય છે. 

નિવારક : પાકના સ્વરછ બીજનો ઉપયોગ કરવો જોઈએ. ખેત ઓજારો એક ખેતરમાંથી બીજા ખેતરમાં લઈ જતાં પહેલાં સાફ કરવા જોઈએ. ઉપદ્રવિત વિસ્તારથી બિન-ઉપદ્રવિત વિસ્તારમાં માટીનું સ્થળાંતરણ ન કરવું જોઈએ. ઉપદ્રવિત ખેતરમાં પ્રાણીઓને ચરાવવાનું ટાળવું જોઈએ. ઉખેડીને ખેંચેલા વાકુંબાના છોડને બાળીને નાશ કરવો જોઈએ. પાક વિસ્તારમાં અને આસપાસ જંગલી યજમાનો/નીંદણ પર વાકુંબાનો નીંદણનાશકોના દ્વારા નાશ કરવો જોઈએ, દા.ત. પેરાક્વોટ, ગાયકોટ તેના બીજ ઉત્પાદન અટકાવવા માટે ઉપયોગી થઈ શકે છે. 

નિયંત્રણનાં ઉપાયો : ફૂલ આવ્યા પહેલા હાથ નિંદામણ અથવા હાથ વડે ખેંચીને બાળી દેવામાં આવે તો બીજ ઉત્પાદન જ ન થાય તે અસરકારક અને યોગ્ય પદ્ધતિ છે. જમીનના સોલેરાઇઝેશન દ્વારા વાકુંબાના બીજનો નાશ શકાય છે. વાકુંબાના બીજ સૂકા વાયુમાં પ૦° સે. તાપમાને ૩૫ દિવસ સુધી ટકી શકે છે, પરંતુ ભીની જમીનમાં જ્યારે ૪૦° સે. તાપમાનમાં ઝડપથી મૃત્યુ પામતા હોય છે. 

ઘઉં, જવ, ચણા વગેરે જેવા બિન-યજમાન પાક સાથે સરસવના પાકનું વાવેતર કરવું. પિંજર પાકમાં જુવાર, મરચાં, ચોળી, શણ, મગ, રજકો, સોયાબીન, ચણા અને ધાણાનો સમાવેશ થાય છે જે વાકુંબાના અંકુરણને પ્રેરીત કરે છે, પરંતુ વાકુંબાના આદિમૂળ તેમના પર હોસ્ટોરીયમ બનાવવામાં અસફળ થાય છે અને મરી જાય છે. ક્લોરસફ્યુરોન, ગ્લાયકોસેટ, ઓર્થોક્સીસક્યુરોન,  સલ્ફોસફ્યુરોન છાંટવાથી વાકુંબાનું નિયંત્રણ થાય છે. ઓક્સીફ્લોર,  પ્રિ-ઈમરજન્સ તરીકે છંટકાવથી સરસવમાં વાકુંબાનું નિયંત્રણ કરી શકાય.

 સાભાર ડો. આર.કે. માથુકીયા

 6,423 total views,  1 views today

Related posts