વિછીયો (Loranthus, Dandropthoe falcate) પરજીવી નિંદણ

વિછીયો (Loranthus, Dandropthoe falcate) પરજીવી નિંદણ

વિંછીયાની સૌથી સામાન્ય ભારતીય પ્રજાતિઓ વૃક્ષના થડ અને શાખાઓના અર્ધ પરજીવી છે. તે આંબાના વૃક્ષો પર સામાન્ય પરજીવી છે. ઉત્તર ભારતમાં ૬૦-૯૦% આંબાના વૃક્ષો અને મોટાભાગના અન્ય વૃક્ષો આ પરજીવીઓ દ્વારા ભારે અથવા સામાન્ય રીતે સંક્ર મિત થાય છે. કારણ કે પરજીવી યજમાન વૃક્ષના હવાઈ ભાગ પર ઉપદ્રવ કરે છે, જમીનની સપાટી ઉપર સ્થિત છે. પરજીવી વિંછીયો એક લીલોતરી છોડ છે જે લીલા પાંદડાઓ ધરાવે છે, પરંતુ સાચી મૂળતંત્ર રચના વ્યવસ્થા હોતી નથી. તે લાંબી અને નળાકાર ઝુમખાવાળી ફૂલ ની  રચના કરે છે. 

નિયંત્રણ : યજમાન છોડની અસરગ્રસ્ત શાખાઓ સમયાંતરે કાપી લેવી જોઈએ. ચેપગ્રસ્ત ભાગથી ૧૦ સે.મી. નીચે કાઢવો જોઈએ કારણ કે હોસ્ટોરીયા ૧૦ સે.મી. થી વધુ ઊંડા જાય છે. ઈજાગ્રસ્ત કાપને બોરડેક્સ મિશ્રણ સાથે જંતુઓ અને રોગોના પ્રવેશને રોકવા માટે પેસ્ટ કરવામાં આવે છે. જ્યારે ઓછો ઉપદ્રવ હોય ત્યારે હાથ દ્વારા કાપી દૂર કરવું જોઈએ. સંક્રમિત શાખાઓમાં કોપર સફ્ટ અથવા ૨,૪-ડીના ઈજેક્શનથી આ પરજીવીને આંબામાંથી કાઢી નાખવામાં અસરકારક છે. આમ, વિંછીયાના નિયંત્રણ માટે તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં પરજીવીને દૂર કરીને અથવા તેના યજમાનની શાખાઓથી તેને દૂર કરીને તેને નીંદણ કરીને, જેથી સમગ્ર હોસ્ટોરીયા દૂર કરવામાં આવે છે. આ પરજીવી નીંદણનું નિવારણ માત્ર સામૂહિક પ્રયાસ તરીકે શક્ય છે કારણ કે તે પક્ષીઓ દ્વારા ફ્લાય છે. સામાન્ય રીતે પક્ષીઓ વિંછીયાના બીજનો ઉપયોગ કરે છે અને તે ટૂંક સમયમાં જ પ્રસારિત થાય છે. તેથી ફૂલો આવતા પહેલા શાખાઓ કાપી દૂર કરવી જોઈએ. 

સાભાર ડો. આર.કે. માથુકીયા

 5,738 total views,  2 views today

આ પણ તમને વાંચવું ગમશે.