
આધુનિક ખેતીમાં વધુ ઉપજ મેળવવા માટે પાક સંરક્ષણ એક અનિવાર્ય અંગ ગણાય છે. તે માટે વપરાતા કીટનાશકો અંગેની પ્રાથમિક જાણકારીથી દરેક વ્યકિતએ માહિતગાર થવું જરૂરી છે. કીટકના નિયંત્રણ માટેની અનેક રીતો પૈકી મુખ્ય અને પ્રચલિત રીત એ રાસાયણિક કીટનાશકના ઉપયોગથી કીટ નિયંત્રણ કરવું તે છે. આવા કીટકોને મારવા, ઓછા કરવા કે દૂર રાખવા માટે વપરાતા રસાયણને કીટનાશક કહેવામાં આવે છે. કીટકોના નાશ માટે વપરાતા કીટનાશકો પૈકી કેટલાક સ્પર્શશ્ન તરીકે ઓળખાય છે, જયારે કેટલાક પાચનતંત્રને અસર કરે છે. પાચનતંત્રને અસર કરતા કીટનાશકોનો ઉપયોગ ચાવીને ખાનાર મુખાંગવાળા કીટકોના નાશ માટે પાકમાં તેમની હાજરી હોય ત્યારે તેમજ તે અગાઉ પણ થઇ શકે છે. જયારે સ્પર્શષ્મ રસાયણનો ઉપયોગ કીટકોની હાજરી પાકમાં હોય ત્યારે તેના સંપર્કમાં આવવાથી થઇ શકે છે.
(ક) કીટનાશકો જીવાતના શરીરમાં કઇ રીતે દાખલ થાય છે તેના આધારે વર્ગીકરણ :
કીટનાશકોની કીટકોમાં કેવી રીતે રસાયણની અસર થાય છે તે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે.
(૧) પાચનતંત્રને નુકસાનકારક
(૨) સ્પર્શધ્ન
(૩) ધૂમકર :
(૪) શોષક :
(૫) જીવાત વૃદ્ધિ અવરોધકો :
(૬) સૂક્ષ્મ જીવાણુઓ આધારિત જૈવિક કીટનાશકો.
(ખ) કીટનાશકોની કાર્ય પદ્ધતિના આધારે વર્ગીકરણ
(૧) શારીરિક તેમજ ભૌતિક : આ પ્રકારના રસાયણ કીટકને શારીરિક તેમજ ભૌતિક અસર ઉપજાવી મારી નાખી તેની વસ્તીમાં ઘટાડો કરે છે. જેવા કે, ભારે તેલ, ટાર ઓઇલ, રાખ અને ચારકોલ, જે, કીટકના શરીરમાંથી ભેજ શોષી લે છે જેના કારણે કીટકનું મૃત્યુ થાય છે.
(૨) જીવરસને નુકસાનકારક :આ પ્રકારના રસાયણ કીટકના મધ્ય આંતરડામાં રહેલા અંદરના કોષોમાં રહેલા જીવદ્રવ્યો (પ્રોટીન) નો નાશ કરીને મારી નાખે છે. કીટકના પાચનતંત્રની અંદરની દિવાલમાં રહેલ પ્રોટીન ગંઠાઈ જતા કીટકો મૃત્યુ પામે છે. જેમાં પીળો ફોસ્ફરસ અને હાઇડ્રોજન ફલોરાઇડનો સમાવેશ થાય છે.
(૩) શ્વસનતંત્રને નુકસાનકારક :આ પ્રકારના રસાયણ કીટકોના કોષીય શ્વસનને બંધ કરી દે છે અને શ્વસન ઉન્સેચકોને નિષ્ક્રિય બનાવી દે છે.
દા.ત. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ અને – મિથાઇલ બ્રોમાઇડ
(૪) ચેતાતંત્રને નુકસાનકારક :આ પ્રકારના રસાયણ કીટકોના ચેતાતંત્રમાં ખલેલ પહોચાડી તેને અસાધારણ વર્તન કરવા દોરી જાય છે. જેના કારણે કીટકનું મૃત્યુ થાય છે. દા.ત. મેલાથીયોન, ડાયમિથોએટ, પેરાથીયોન વગેરે
(૫) અનુકર્ષણ પદાર્થો :જે રાસાયણિક પદાર્થો અલ્પ પ્રમાણમાં વાયુરૂપમાં ફેરવાઇને આજુબાજુના વિસ્તારમાંથી વિજાતીય જાતિના કીટકોને પોતાના તરફ આકર્ષે છે તેને અનુકર્ષણ પદાર્થો કહેવામાં આવે છે. આવા પદાર્થો જાતિય કર્મ તથા ઇંડાં મૂકવા માટે આકર્ષણનું કામ કરે છે. દા.ત. મિથાઇલ યુજીનોલ નામનો પદાર્થ આંબાની ફળમાખીને અને કયૂલ્યુ વેલાવાળા શાકભાજીની ફળમાખીને આકર્ષિત કરે છે.
(૬) પ્રતિકર્ષણ પદાર્થો :જે તે પદાર્થોની વિપરિત વાસ તથા સ્વાદના કારણથી કીટકો તેનાથી દૂર રહે છે. આવા પદાર્થો શરીર પર કે – કપડાં ઉપર લગાવી શકાય છે. દા.ત. લીમડાનું તેલ તથા સિટોનેલા ઘાસનું તેલ
(૭) અપાકર્ષણ પદાર્થો ;આવા પદાર્થના સંપર્કથી કીટકોની સ્પર્શ અને ગંધ પારખવાની શકિત નાશ પામે છે. તેથી કીટક પોતાના ખોરાકને પારખી શકતું નથી, પરિણામે કીટક ખોરાક પર બેઠું હોય તેમ છતાં ભૂખ્યું છે કે રહી મરી જાય છે. દા.ત. લીંબોળીની મીજ અને તેના પાનમાં આ ગુણધર્મ રહેલો હોય છે.
(ઘ) કીટનાશકોના રસાયણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ :
(અ) અકાર્બનિક કીટનાશકો:
અકાર્બનિક કીટનાશકો ખાસ પ્રકારની કીટનાશક લાક્ષણિકતા ધરાવે છે જેને આર્સેનિક, ફલોરાઇડ અને અન્ય અકાર્બનિક સંયોજનમાં વિભાજીત કરવામાં આવે છે.
(૧) આર્સેનિક: ચાવીને ખાનાર મુંખા ગોવાળા કીટકો માટે ઉપયોગી છે, જે પાચનતંત્રના રસાયણ તરીકે ઓળખાય IRSENIC OIBONA
(૨) કેલ્શિયમ આર્સેનેટ : આ સફેદ પાઉડર છે, જે પાચનતંત્રના રસાયણ તરીકે કામ કરે છે.
(૩) ફલોરાઇડ :જેવા કે સોડિયમ ફલોરાઇડ અને સોડિયમ ફલૂએલ્યુમીનેટ.
(૪) અન્ય અકાર્બનિક સંયોજનો:જેવા કે ગંધક, તે આઠ પગવાળી કથીરી માટે તેમજ ફૂગનાશક તરીકે ઉપયોગી છે. તે ભીજવી શકાય તેવા પાઉડરના રૂપમાં મળે છે.
(૫) ઝિંક ફોસ્ફાઇડ :આ ભૂખરા રંગનો પાઉડર છે અને તેની લસણ જેવી વાસ હોય છે. જે ઉંદરને મારવા માટે ઉપયોગી છે.
(બ) કાર્બનિક કીટનાશકો
આ જૂથના કીટનાશકોને ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.
(૧) હાઇડ્રોકાર્બન તેલ :ખનિજ તેલ અને ડામર તેલ
(૨) પ્રાણી આધારિત સંયોજન : કાર્ટોપ હાઇડ્રોક્લોરાઇડ જે પાણીની જળમાંથી મેળવવામાં આવે છે. તે પાઉડર, દ્રાવ્ય પાઉડર તેમજ દાણાદાર રૂપમાં મળે છે. જે ડાંગરની ગાભમારાની ઇયળ, પાન ખાનાર ઇયળો તેમજ કોબીજના હીરાજીંદાના નિયંત્રણ માટે અસરકારક છે.
(૩) વનસ્પતિ આધારિત સંયોજન : પાયશ્રીન, એલેશ્રીન, નિકોટીન, રોટેનોન, જાસમોલિન. આ બધા વિષ જુદી જુદી વનસ્પતિ જેવી કે સેવંતી, તમાકુ, લીમડો વગેરેમાંથી બનાવવામાં આવે છે. જે જૈવિક નિયંત્રકો માટે હાનિકારક નથી તેમજ સસ્તાં અને નરમ શરીર ધરાવતા કીટકો માટે ખૂબ જ અસરકારક હોય છે.
(૪) સંયુકત કાર્બનીક પદાર્થો :આ કીટનાશકોને અલગ અલગ વર્ગમાં વિભાજીત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.
ડૉ. આર. એલ. કલસરીયા 3. ડૉ. કે. ડી. પરમાર ૬ શ્રી એન. આર. ચૌહાણ પેસ્ટિસાઈડ રેસીડયૂ લેબોરેટરી, આઈ.સી.એ.આર., યુનીટ -૯, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ -૩૮૮ ૦૦૧

