સાયનોપાયરાફેન : એક આધુનિક કથીરીનાશક

હરિયાળી ક્રાંતિના ઉદય પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારાની સાથે સાથે કૃષિ રસાયણોનો પણ વપરાશ વધવા પામ્યો છે. ખાસ કરીને કૃષિ પાકોમાં આવતા વિવિધ જીવાત-રોગ અને નીંદણના નિયંત્રણ માટે જુદા જુદા કૃષિ રસાયણો અને તેની જીવાતના ચોક્કસ ભાગ પર આક્રમણ કરી નાશ કરવાની કાર્ય પ્રણાલી આધારિત કૃષિ રસાયણોનું સતત સંશોધન થતું રહ્યું છે. આવું જ એક રસાયણ સાયનોપાયરાફેન (Cyenopyrafen) છે.જે કથીરીનુ સારૂ નિયંત્રણ કરે છે. આ કથીરીનાશકની નોંધણી ભારતમાં તાજેતરમાં કરવામાં આવી છે. ભારતમાં આ કથીરીનાશક સોલ્યુબલ કોન્સર્ટ સ્વરૂપમાં જ ઉપલબ્ધ બનેલ છે. આ કથીરીનાશક કુનોઇચી, સ્ટારમાઇટતથા અરીમાના નામે મળે છે. જેનું વિશ્વ-વ્યાપી ઉત્પાદન સીજેન્ટા તથા નિશાન એગ્રો. કેમિકલ્સ કરે છે. આ રસાયણ દક્ષિણ કોરિયા, કોલંબિયા અને યૂકાડોર જેવા દેશોમાં હાલમાં બજારમાં ઉપલબ્ધ છે. આ કથીરીનાશક તાજેતરમાં જ ભારતમાં કુનોઇચી (Cyenopyrafen) ૩૦ એસ.સી.ના વ્યાપારી નામે નિશાન કેમિકલ્સ કોર્પોરેશન, જાપાન અને ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયા લિમીટ નો સંયુક્ત ઉપક્રમે બજારમાં મૂકવામાં આવી છે. 

સાયનોપાયરાફેન : એક આધુનિક કથીરીનાશક

આ આધુનિક કથીરીનાશક સાયનોપાયરાફેનનો સમાવેશ પાયરેઝોલ વર્ગમાં કરવામાં આવે છે. જે જુદા જુદા પાકોમાં નુકસાન કરતી પાનકથીરી સામે ઉપયોગ કરતા સારા પરીણામો મળે છે. આ રસાયણની પાનકથીરીને મારવાની પદ્ધતિ કઇક જુદા પ્રકારની છે. આ રસાયણ પાનકથીરીના શરીરમાં રહેલા કણાભસૂત્ર (mitochondria) પર અસર કરે છે. જેને શક્તિ ઉત્પન્ન કરતા કારખાના તરીકે ઓળખવામાં આવે છે 

અને તે શરીરના વિવિધ કોષો માટે રસાયણિક શક્તિ પેદા કરે છે. જયારે સાયનો પાયરાફેનનો છંટકાવ કરવામાં આવે ત્યારે કથીરીના શરીરમાં આ શક્તિ મળતી બંધ થઈ જાય છે જેના પરીણામે લકવો થતાં કથીરી નાશ પામે છે. આ કથીરીનાશકના યોગ્ય વપરાશથી કથીરીમાં પ્રતિકારકશક્તિ ઉત્પન્ન થતી નથી. આ કથીરીનાશક પક્ષી, મધમાખીઓ તથા પરભક્ષી કથીરીઓ પર ઓછી ઝેરી માલુમ પડેલ છે જયારે માછલીઓ અને અન્ય કરોડર૩૬ વગરના પ્રાણીઓ પર વધુ ઝેરી માલુમ પડેલ છે. પરંતુ તે પાણી તથા જમીનમાં ઝડપથી વિઘટન પામતી હોઈ ઝોખમ ઓછું રહે છે. 

આ કથીરીનાશક સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ(CIR)માં પણ નોંધણી પામેલ છે. આ રસાયણનો સફરજનની કથીરી માટે ર-૩ મિ.લિ. અને મરચીની કથીરી માટે ૪-૬ મિ.લિ. પ્રતિ ૧૦લિટરે વપરાશ કરવાનું જણાવવામાં આવેલ છે. આ કથીરીનાશકના છંટકાવ બાદ સફરજન અને મરચા અનુક્રમે ૧૫ અને ને ૭ દિવસ બાદ ઉતારવાથી તેની અવશેષ અસરનો પ્રભાવ રહેતો નથી. 

ડો. આર.કે. ઠુંમર, કુ. ખુશ્બુ પટેલ, ડો. પી. કે. બોરડ, કીટક શાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય. આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ-૩૮૮૧૧૦

 43,985 total views,  3 views today

Related posts