હાયડ્રોપોનિક: જમીન વગર લીલા ઘાસચારા ઉત્પાદનનો વિકલ્પ

લીલો ઘાસચારો વાગોળતા પશુઓનો કુદરતી ખોરાક છે. પશુઓના આહારમાં લીલા ઘાસચારાનો ઉપયોગ આશાવાદી ઉત્પાદન ક્ષામતાંની ખાતરી આપે છે. ભારત વિશ્વમાં સર્વોચ્ચ દૂધ ઉત્પાદક હોવા છતાં કેટલાંક અવરોધો જેવાં કે અપૂરતો પશુઆહાર અને ઘાસચારો કે જે પશુઓનાં વિકાસ, સ્વાસ્થય , ઉત્પાદન અને પ્રજનન ક્ષમતાંને અવરોધે છે, વધતી જતી માનવવસ્તી અને રોકડીયા પાકોના ધસારાને કારણે હવે ભારતમાં કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત 0% જેટલી જમીન ઘાસચારાનાં ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ભારત ૩૫.% લીલાચારો, ર૬% સુકોચારો અને ૪૧% દાણ પ્રકારનાં તત્વોની અછત અનુભવાઇ હી છે. સમય જતાં ગોચર જમીન પણ ઘટી રહી છે. તેમ છતાં ઘાંસચારાનું ઉત્પાદન સરકારની વિવિધ યોજનાઓ દ્વારા વેગ પકડી રહ્યું છે અને લીલાચારાની જે અછત વર્તાય છે, તેને પડકારે છે

પશુઆહારમાં વપરાતા તમામ ઘટકોમાંથી, લીલો ઘાસચારો પશુના સ્વાસ્થય, વિકાસ અને ઉત્પાદન પર સીધી અસર કરે છે. પશુઓ માટે વિટામીન નો એક માત્ર કુદરતી સ્ત્રોત છે, ઉપરાંત ઓમેગા તથા અન્ય પોલી અનસેપ્યુરેટેડ ફ્ટી એસીડ કે જે માનવીય સ્વાસ્થય માટે ખુબજ મહત્વ ધરાવે છે, તેનું દુધમાં પ્રમાણ વધારવા માટે દુધાળા પશુઓને નિયમીત પણે લીલો ચારો ખવરાવવો જરૂરી છે. હાઈડ્રોપોનિક્સ(Hydroponic) એક નવી તાંત્રિક પદાતિ વિકસાવાઈ છે કે, જેમાં છોડવાનો ઉછેર જમીન વિના પોષક્તત્વો યુક્ત પાણી, યોગ્ય તાપમાન અને ભેજ દ્વારા કરવામાં આવે છે. હાઈડ્રોપોનિક્સ દ્વારા સરળતાથી અને ઝડપી પોષણયુક્ત લીલાચારાનું ઉત્પાદન કરી કાય છે. મકાઈ, રાગી, બાજરાં, ચોખાં, Hrose grass (ચણા), Sunheme, જુવાર and frotail Millet નાં બીજ હાઈડ્રોપોનિક પધ્ધતિ દ્વારા ઉછેર માટે યોગ્ય છે. ગુજરાતમાં હાઈડ્રોપોનિક્સપતીનું ૨00૫ પછી આગમન થયું, જેમાં સહકારી ડેરી, સરકારી યોજના તેમજ પશુપાલન ક્ષેત્રે કામ કરતા કેટલાક બિનસરકારી સંગઠનો દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાપવામાં આવેલ હતું

હાઈડ્રોપોનિક શું છે? 

હાઈડ્રોપોનિક શબ્દ ગ્રીક શબ્દ (પાણીકામ) હાઈડ્રોપરથી આવ્યો છે. Hydroપાણી , Ponic(કામ) અને આ તાંત્રિક પધ્ધતી છે, જેના દ્વારા જર્મન વગર પોષકત્તત્વો યુક્ત દ્વાવણમાં ઓછા સમયગાળામાં, સંયમીત વાતાવરણીય પર્યાવરણીય આબોહવાકીય house/machine/ સાધનમાં છોડનો ઉછેર કરી શકાય છે તેમજ, રસાયણો જેવા કે જંતુનાશકો, નિંદણનિયંત્રિત દવાઓ, ફૂગનાશક અને કૃત્રિમ વિકાસ ઉત્તેજક દવાઓથી મુક્ત વાતાવરણીય પરિસ્થિતિમાં ઉછેરવામાં આવે છે. અહેવાલ પ્રમાણે નોંધાયેલું છે કે હાઈડ્રોપોનિક ઘાસચારાનાં ઉત્પાદન માટે પરંપરાગત પધ્ધતી કરતાં ફક્ત આશરે % પાણીનો ઉપયોગ થાય છે સાથે કુર્ત ઉત્પાદન પણ સમાંતરે મળી રહે છે. પોષકતત્વોયુક્ત દ્રાવણ હાઈડ્રોપોનિક ઘાસચારાના વિકાસ માટે કાયમીધોરણે જરૂરી નથી, ફક્ત નળનાં પાણી નો પણ ઉપયોગ કરી શકાય છે. હાઈડ્રોપોનિક ઘાસચારો નું ઉત્પાદન હાઈડ્રોપોનિક મશીન સિવાય ગ્રીનહાઉસમાં (મર્યાદીત કિંમતનાં સાધનમાં) માં પણ થઇ શકે. એવાં સ્થળો કે જ્યાં પાણી , જમીન તથા ખેતમજુરની અછત છે, ત્યાં મર્શીન દ્વારા હાઈડ્રોપોનિક પધ્ધતિનાં ટેક્નીકનો ઉપયોગ દ્વારા ૫૦ કીગ્રા થી ટન જેટલો ઘાસચારો ખૂબ છા વિસ્તારમાં ઉત્પાદન કરી શકાય છે. ઘાસચારો ઓર્ગેનિક છે અને તે ૧૫% જેટલું દૂધ ઉત્પાદન અને તેમજ ગુણવત્તા વધારે છે અને પશુને તંદુરસ્ત રાખે છે. ભારતમાં સામાન્ય રીતે મકાઈનાં ધાન્યદાણાં હાઈડ્રોપોનિક ઘાસચારાનાં ઉત્પાદન માટે પસંદગીને પાત્ર છે. હાઈડ્રોપોનિક લીલો ઘાસચારો ૨૦૩૦ સે.મી. ઉંચાઈની સાદડી કે જે મૂ, બીજ અને છોડ ધરાવે છે. કીગ્રા તાજાં હાઈડ્રોપોનિમકાઈનાં ઘાસચારાનું ઉત્પાદન દિવસમાં કરવા માટે આશરે થી લિટર પાણી જરૂરી છે. જ્યારે પારંપરીરીતે કીગ્રા મકાઈનાં ઘાસચારાનાં ઉત્પાદનમાં ૬૦૭૦ લિટર પાણીની રૂર રહે છે. સામાન્ય રીતે હાઈડ્રોપોનિક પધ્ધતીમાં કીગ્રા મકાઈના બીમાંથી . દિવસના અંતે થી કીગ્રા લીલોચારો તૈયાર થઇ શકે છે. તૈયાર થયેલ ચારામાં ૧૧૧૪% ડ્રાઈમેટર (સુકો ભાગ) હોય છે. હાઇડ્રોપોનિક ઘાસચારો વધુ રોચક, સુપાચ્ય અને પોષણયુક્ત જ્યારે બીજાં સ્વાસ્થયકારક ફાયદા પણ આપે છે

બીજની કિંમત કુલ હાઈડ્રોપોનિક મકાઈનાં ઉત્પાદનની ૯૦% ભાગ ધરાવે છે. ૧૦ કીગ્રા તાજાં હાઈડ્રોપોનિક મકાઈ ઘાસચારો પ્રતિ ગાય પ્રતિ દિવસ દીઠ આપવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ રેલ છે. હાઈડ્રોપોનિક પધ્ધતી થી તૈયાર કરેલ મકાઈ ઘાસચારામાં પોષક તત્વો નું પ્રમાણ પરંપરાગત (જમીન પર) તૈયાર કરેલ ચારા કરતા વધુ અને ગુણવતાસભર હોય છે, જે નીચે જણાવેલ કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે

હાઈડ્રોપોનિક ઘાસચારાનો પશુઆહારમાં ઉપયોગ: હાઈડ્રોપોનિક ઘાસચારો આહારમાં રહેલાં અન્ય ઘટકોના પોષકતત્વોની પાચ્યતા વધારે છે કે જે દૂધ ઉત્પાદનમાં ૧૩% નો વધારો કરવામાં ભાગરૂપ બને છે. એવી પરિસ્થિતીમાં કે જ્યાં પરંપરાગત લીલા ઘાસચારા નો ઉછેર સફળતાપૂર્વક કરી શકાતો નથી, ત્યાં હાઈડ્રોપોનિક ઘાસચારા દ્વારા ખેડૂતો ઓછી કિંમતે તેમનાં પશુધમાટે લીલોચારો તૈયાર કરી શકે છે.

લીલાઘાસચારાનું પશુપાલનમાં મહત્વઃ આહાર કુલ દૂધ ઉત્પાદનનાં ૭૦ થી ૭પ% જેટલો ભાગ ભજવે છે. ડેરીઉધોગમાં આહાર નિવેશનો મુખ્ય સ્ત્રોત છે. લીલોચારો ડેરી ઉદ્યોગનો એક મહત્વનો અને મૂળભૂત હિસ્સો છે અને કુલ આહારનો ૩૦ થી ૩૫% હિસ્સો ધરાવે છે. તાં, લીલોચારા માટે ખૂબ ઓછા પ્રમાણમાં નિવેશ થતો હોય છે. બીજા બધા આહારના ઘટકોની સરખામણી કરતાં લીલોચારો પશુઓ માટે સૌથી વધુ રૂચીકર, લાભદાયક અને સ્વાસ્થયકારક હોય છે.

હાયડ્રોપોનિક: જમીન વગર લીલા ઘાસચારા ઉત્પાદનનો વિકલ્પ

લીલાચારાના ફાયદા: 

 1. પશુની ભૂખ સરળતાથી અને ઝડપથી સંતોષે છે
 2. વનસ્પતીજન્ય પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત
 3. સારા પ્રમાણમાં કાર્બોદીતનો સ્ત્રોત (દ્રાવ્ય અને રેસાવાળા)
 4. સારા પ્રમાણમાં ખનીજ તત્વોનો સ્ત્રોત
 5. પુષ્કળ પ્રમાણમાં વિટામીનનો સ્ત્રોત
 6. કુલ જરૂરીયાતના આશરે ૧૦૧૫% પાણીનો સ્ત્રોત
 7. શહેરી વિસ્તારમાં લીલા ચારાની જરૂરીયાત પુરી પાડી શકાય.

પરંપરાગત રીતે ઉત્પાદીત લીલાચારાના ઉત્પાદનમાં આવતા અવરોધો:

 1. મોટા પ્રમાણમાં જમીનની જરૂરીયાત
 2. પાણીની અછત
 3. વધુ પ્રમાણમાં મજૂરોની વાવણી માટે જરૂરિયાત (વાવણી , માટીકામ, નિંદણ, કાપણી વગેરે માટે)
 4. ધુ વિકાસ સમય ( આશરે ૪૫૬૦ દિવસ)
 5. આખા વર્ષ દરમિયાન સરખી ગુણવત્તાવાળા ઘાસચારાની અનઉપસ્થિતિ
 6. ખાદ્ય અને ખાતરની જરૂરિયાત 
 7. કુદરતી આફ્લો/પરિસ્થિતિઓથી અસરગ્રસ્ત

હાઈડ્રોપોનિક ચારાના ઉત્પાદન માટેની શું શું જરૂરિયાતો છે?

૧૦૦૦ કિગ્રા રોજનાં લીલાચારાનાં ઉત્પાદન માટે 

 • ૪૮૦ સ્કે ફીટ વિસ્તાર
 • હાઈડ્રોપોનિક મશીન અથવા ગ્રીનહાઉસ ર૫ ફીટX ૧૦ફીટX ૧૦ફીટ(આશરે). 
 • વિજપૂરવઠાની સગવડ
 • ચોખ્ખું પાણી
 • ઉત્તમ અંકુરણ ક્ષમતા ધરાવતાં બીજ
 • સારી ચોખ્ખાઈ
 • બે મજૂર 

કેવી રીતે ઉછેરી શકાય?

 1. પાણીમાં બીજને પલાળી રાખો (૨૦ કલાક)
 2. બીજનું અંકુરણ (૨૪ કલાક)
 3. અંકુરત થયેલ બીજને મશીનની ટ્રેમાં પાથરવા
 4. ટ્રેનું મર્શીનમાં ગોઠવણ
 5. દરરોજ ટ્રેને પછીના ક્રમિક સ્તરે ખસેડવું
 6. સંપૂર્ણ ઉછેર થયેલ ચારો માં દિવસે ઉપબ્ધા
 7. સારી સ્વરછતા

બધી વિશેષતાઓ ઉપરાંત વધારામાં પધ્ધતિનું લીલાંચારા નાં ઉત્પાદનમાં ખાસરૂપેરણ ને અર્ધરણ જેવા વિશ્વનાં વિસ્તારોમાં મહત્વની વધી જાય છે. મર્યાદીત ખર્ચ અને મર્યાદિત પાણી દ્વારા વધુ જથ્થામાં ગુણવત્તાયુક્ત ચારો મેળવવા માટે ઉપરોક્ત વિસ્તારોમાં ખેત પધ્ધતિ વરદાનયુક્ત છે. બધાં પાછળનો ખાસ હેતુ છે કે, ટકાઉ ખેર્તીની ટેક્નોલોજી કે જે હાઇડ્રોપોનિક તરીકે જાણીતી છે તેનો લીલાચારાનાં ઉત્પાદન માટે ઉપયોગ તે ખેતીની ટેકનોલોજીમાં એક ક્રાંતિકારી પગલું છે. લીલાચારા ઉપરાંત, આપણે ડાંગર અને ઘઉંનાં ધરૂઓ વગેરેનો ઉછેર પણ પધ્ધતિનો ઉપયોગ દ્વારા કરી શકીએ છીએ. હાઈડ્રોપોનિક તાંત્રિકી સ્થાપવી એક વખતનું નિવેશ છે, પરંતુ તેને વિકસાવવાનું શરૂઆતી ખર્ચ વધુ હોવાથી , તાંત્રિકી સામાન્ય રીતે મોટા ડેરી ફાર્મ અથવા ગ્રામ્ય સ્તરે સામૂહીક રીતે સ્થાપવામાં આવે તો પ્રતિ ઘાસચારા ઉત્પાદન દીઠ ખર્ચ ઘટાડી, પશુપાલન વ્યવસાયને આત્મનિર્ભર અને નફાકારક બનાવી શકાય છે. આ તાંત્રિકીમાં હજુ પણ સંશોધનને અવકાશ છે, જેમાં સૌર ઉર્જાના વપરાશ થી લઇને સ્થાપન અને ઉત્પાદન ખર્ચ કેમ ઘટાડી શકાય સાથે ચારાની ગુણવતા વધારવા અંગેના વિષયો આવરી શકાય.

 

ડો. અભિષેક રમાર અને ડો. વિ. આર. પટેલ પશુપોષણ વિભાગ, વનબંધુ કોલેજ ઓફ વેટરનરી અને એનીમલ હસ્બન્ડરી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

 4,782 total views,  10 views today

આ પણ તમને વાંચવું ગમશે.