હાયડ્રોપોનિક્સ શું છે? આમ તો હાયડ્રોપોનિક્સ એ હાયડ્રોલ્યરની એક પેટા પધ્ધતિ છે. હાયડ્રોપોનિક્સ એટલે પાર્ટીમાં ઉગાડવામાં આવતાં છોડ, ‘હાયડ્રોપોનિક્સ’ શબ્દ બે ગ્રીક શબ્દોમાંથી ઉતરી આવ્યો છે: ‘હાઇડ્ર’ – જેનો અર્થ પાણી, અને પોનિકસ’ – અર્થ મજૂરી. એક એવી ખેતી પધ્ધત્તિ કે જ્યાં છોડને કુદરતી માટી સિવાયનાં વિકાસ માધ્યમમાં ઉગાડવામાં આવે છે, જેમા છોડને જરૂરી પોષક તત્વો સિંચાઇના પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે સંતુલિત માત્રામાં નિયમિત રીતે પૂરા પાડવામાં આવે છે,
હાઈડ્રોપોનિક્સ ખેતી પધ્ધતિ ત્રણ રીતે થઈ શકે છે. (૧) વોટર ઘર પધ્ધતિ (૨) ગ્રેવર કલ્ચર પધ્ધતિ (3) સેન્ડ કલ્ચર પધ્ધતિ
વોટર કલ્ચર પધ્ધતિ: આ પધ્ધતિમાં પી.વી.સી. પાઈપ લઈ યોગ્ય અંતરે કાણા પાડી છોડનાં મૂળને કાણામાં ગોઠવવામાં આવે છે. એક કરતા વધારે પાઈપનું જોડાણ કરી દરેક પાઈપમાં પોટેશિયમ, કેલ્શિયમ, આર્યન, મેગેનિઝ, બોરોન અને ગંધક જેવી તત્વોયુકત પાણી આપવામાં આવે છે. છોડના વિકાસ માટે જરૂરી પાણી અને પોષક તત્વો પાઈપ દ્વારા આપવામાં આવેલા પાણીમાંથી મળી રહે છે. વધારાનું પાણી પાઈપનાં બીજા છેડે બીજા પાત્રમાં એકત્ર કરી ફરી પાઈપ દ્વારા આપવામાં આવે છે. પરિણામે પાણી અને ખાતરની બચત થાય છે.
ગ્રેવર કલ્ચર પધ્ધતિ અને સેન્ડલ્યર પધ્ધતિ આ પધ્ધતિમાં મકાનની છત પર પ્લાસ્ટિક નાખી તેના પર રોપા સ્થિર ઉભા રહે તે માટે કાંકરાનો એક ફ્ટ જેટલો સ્તર તૈયાર કરવામાં આવે છે. આ કાકરાના સ્તરમાં યોગ્ય અંતરે રોપા રોપવામાં આવે છે. આ રોપા ઉપર પોષક તત્વોયુક્ત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આ જ રીતે સેન્ડ કલ્ચર પધ્ધતિમાં રેતનું સ્તર તૈયાર કરી રોપા ઉછેરવામાં આવે છે.
હાયડ્રોપોનિક્સનાં ફાયદા
- હાઇડ્રોપોનીક્સથી ઉત્પાદિત શાકભાજી ઉગ્ર ગુણવત્તાની હોય છે.
- જમીનની તૈયારી અને નિંદામણ ખર્ચ ઘટે છે.
- નાનાં વિસ્તારમાં શાકભાજીની ખૂબ સારી ઉપજ પેદા કરી શકાય છે, કારણ કે છોડની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ પર્યાવરણ બનાવવામાં આવે છે. છોડને જરૂરી બધા પોષકતત્વો અને પાણી સતત ઉપલબ્ધ હોય છે.
- શાકભાજીના વૃદ્ધિ-વિકાસ માટે સારી ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી.
- પાણીનો અસરકારક રીતે ઉપયોગ થાય છે.
- નહીં વપરાયેલ પોષક તત્વો તથા જર્મીનનું પ્રદૂષણ મોટા પ્રમાણમાં દાટાડે છે.
હાઇડ્રોપોનિક્સના ગેરફાયદા
- હાઇડ્રોપોનિક્સ ઉત્પાદનમાં સંચાલન, મૂડી રોકાણ અને મજૂરની ઉચ્ચ કુશળતાની ખુબ જ જરૂરિયાત રહે છે.
- દૈનિક ધ્યાન-દેખરેખ જરૂરી છે.
- ખાસ રીતે તૈયાર કરેલાં દ્રાવ્ય પોષક તત્વોનો હંમેશા ઉપયોગ કરવો પડે છે.
- પાણી જન્ય રોગોનો ફ્લાવો થઇ શકે છે.
- બજાર શોધવી સમસ્યા બની શકે છે.
હાયડ્રોપોનિક્સ એકમ શરૂ કરવા માટે કઇ કઇ જરૂરિયાત રહે ?
(૧) શાકભાજી એકમ
- સ્વચ્છ પાણીનો સ્ત્રોત
- યોગ્ય સ્થળ
- ખાસ રીતે તૈયાર કરેલ ખાતરનું સ્વરૂપ
- તંત્ર પ્રણાલી
- ખાતરના દ્રાવણનું પ્રમાણ અને આપવાનો દૈનિક સમય
- શાકભાજીની ખેતિ પધ્ધતિનું જ્ઞાન
- વ્યાપાર અથવા ઘરે બનાવેલ એક્રમ
વ્યાવસાયિક એકમ પાણીની ગુણવત્તા સૌથી મહત્વપૂર્ણ છે, પૂરતો જથ્થો
અને ગુણવત્તાની વિશ્વસનિયતા જરૂરી છે. બજાર: ક્યા પાકને ક્યારે અને કઈ બજારમાં લાવવુ?
તેની જાણકારી હોવી જોઇએ. હાઇડ્રોપોનિક્સ શ્રમ સઘન છે, કેમ કે ઓફ સીઝના દરમિયાન ઉત્પાદન માટે અઠવાડિયાના 9 દિવસ માટે મજૂર ઉપલબ્ધ હોવી આવશ્યક છે.
વ્યવસ્થાપન કુશળતા જેવી કે ઉત્પાદન, શ્રમ, વેચાણ, માળખાકિય સુવિધા. શાકભાજી ઉત્પાદન, પરગનયન , સિંચાઈ, રોગ જીવાત નિયંત્રણમાં નિપુણતા.
સ્થાન: માળખાકિય સુવિધા, શ્રમ, બજાર વ્યવસ્થા , વગેરે ધિરાણઃ આવશ્યક મૂડીની રકમ, ગ્રીનહાઉસનો
પ્રકાર, શ્રમે ખર્ચ અને બજાર પર આધાર રાખે છે. હાયડ્રોપોનિક્સમાં ઉપયોગમાં લેવાતા સાધનો
ગ્રોઇંગ ચેમ્બર(અથવા ટ્રે) પાણીનો પંપ ટાઈમર અને ઓક્સિજન ડિટેક્શન સેન્સર પીવીસી પાઇપ્સ pH અને EC મીટર પોલિનેટર તત્વો માપવાનુ મીટર
બીજની કિંમત કુલ હાઈડ્રોપોનિક મકાઈનાં ઉત્પાદનની ૯૦% ભાગ ધરાવે છે. ૩-૧૦ કીગ્રા તાજાં હાઈડ્રોપોનિક મકાઈ ઘાસચારો પ્રતિ ગાય પ્રતિ દિવસ દીઠ આપવા માટે વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરેલ છે. હાઈડ્રોપોનિક પધ્ધતી થી તૈયાર કરેલ મકાઈ ઘાસચારામાં પોષક તત્વો નું પ્રમાણ પરંપરાગત (જમીન પર) તૈયાર કરેલ ચારા કરતા વધુ અને ગુણવતાસભર હોય છે, જે નીચે જણાવેલ કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે.
હાઈડ્રોપોનિક ઘાસચારાનો પશુઆહારમાં ઉપયોગ હાઈડ્રોપોનિક ઘાસચારો આહારમાં રહેલાં અન્ય ઘટકોના પોષકતત્વોની પાચ્યતા વધારે છે કે જે દૂધ ઉત્પાદનમાં ૮-૧૩% નો વધારો કરવામાં ભાગરૂપ બને છે. એવી પરિસ્થિતીમાં કે જ્યાં પરંપરાગત લીલા ઘાસચારા નો ઉછેર સફળતાપૂર્વક કરી શકાતો નથી, ત્યાં હાઈડ્રોપોનિક ઘાસચારા દ્વારા ખેડૂતો ઓછી કિંમતે તેમનાં પશુધન માટે લીલોચારો તૈયાર કરી શકે છે. લીલાઘાસચારાનું પશુપાલનમાં મહત્વઃ આહાર એ કુલ દૂધ ઉત્પાદનનાં ૭૦ થી ૭પ% જેટલો ભાગ ભજવે છે. ડેરીઉધોગમાં આહાર એ જ નિવેશનો મુખ્ય સ્ત્રોત છે. લીલોચારો એ ડેરી ઉદ્યોગનો એક મહત્વનો અને મૂળભૂત હિસ્સો છે અને કુલ આહારનો ૩૦ થી ૩૫% હિસ્સો ધરાવે છે. છતાં, લીલોચારા માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં નિવેશ થતો હોય છે. બીજા બધા આહારના ઘટકોની સરખામણી કરતાં લીલોચારો પશુઓ માટે સૌથી વધુ રૂચીકર, લાભદાયક અને સ્વાસ્થયકારક હોય છે. લીલાચારાના ફાયદા – ૧) પશુની ભૂખ સરળતાથી અને ઝડપથી સંતોષે છે.
4,297 total views, 16 views today