ખેતી પાકોમાં કૃમિથી જીવાત નિયંત્રણ

આજના ઝડપી યુગમાં મોટાભાગના માણસો માનતા હોય છે કે, ફકત રાસાયણિક જંતુનાશક દવાથી જ જીવાતોનું ઝડપી અને સફળ નિયંત્રણ થઇ શકે છે. પરંતુ વાસ્તવમાં હકીક્ત તદન જુદી છે. જૈવિક નિયંત્રણ ભલે ધીમી ઝડપે થાય પણ તે લાંબૂ ગાળે સજ્જ થઈ શકે છે. ઇ.સ. ૧૯૩૨માં કેનેડામાં જૈવિક નિયંત્રણ માટેની ભરાયેલી કોન્સમાં કહેવાયુ કે કુદરતમાં ઉપલબ્ધ અને પાકને નુકસાન કરનાર કીટકોમાંથી તેના ૯૮ થી ૯૯ ટકા જેટલા કીટકોની વસ્તી તેના કુદરતી દુશ્મનો દ્વારા જ નિયંત્રણમાં રહે છે. ટુકમાં, મોટાભાગના નુકસાનકારક કીટકની જાતોનું કુદરતી રીતે જ નિયંત્રણ થાય છે. તેથી કુદરતી નિયંત્રકોના ઉપયોગ વડે નુકસાનકારક જીવાતોનું જૈવિક નિયંત્રણ કરવાની શકયતા વિપુલ પ્રમાણમાં રહેલી છે. આર્થિક રીતે જોવા જઇએ તો રાસાયણિક નિયંત્રણમાં સરેરાશ નફો સામાન્યતઃ એક રૂપિયાના ખર્ચ સામે પાંચ રૂપિયા હોય છે જયારે જૈવિક નિયંત્રણમાં આવો નફો એક રૂપિયાના ખર્ચ સામે ૩૦ રૂપિયા જેટલો જોવા મળે છે.

આધુનિક ખેતીમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ એક અનિવાર્ય દુષણ બની ગયું છે. આજે ભાગ્યેજ એવો કોઇ પાક હશે કે, જેમાં જંતુનાશક રસાયણોનો ઉપયોગ થતો ન હોય. ખેતી પાકોમાં જે રીતે જુદી જુદી જાતિના જીવાણુ, ફુગ અને વિષાણુ જીવાતોમાં રોગ પેદા કરે છે, તે રીતે કેટલાક કૃમિઓ પણ જીવાતોમાં રોગ પેદા કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને “એન્ટોમોપેથોઝેનિક કમિ” (EPN) તરીકે ઓળખવામાં આવે છે.

કૃમિ જીવાતોને કઇ રીતે કાબુમાં રાખે છે ?

કેટલાક પ્રકારના કૃમિઓનો પણ જીવાત નિયંત્રણમાં ઉપયોગ કરી શકાય છે. કૃમિ જીવાતમાં વિવિધ પ્રકારે નુકસાન પહોચાડે છે જેમ કે, વંધ્યત્વ પેદા કરીને , શારીરીક ક્ષમતાં ધટાડીને, વિકાસ અવરોધને અને ખુબજ ઝડપી મારી નાખીને જીવાતોને કાબુમાં રાખી શકે છે. કૃમિની વિવિધ ૨૩ પ્રકારની જાતો જીવાતો સાથે પરજીવી સંબધ ધરાવે છે.
હેટરોરહેન્ડીટીસ અને સ્ટેઇનરનેમા વર્ગના કૃમિને ફોટોરહેન્ડસ અને ઝેનોરહેડસ પ્રકારના બેકટેરીયા સાથે પારસ્પરીક સંબંધ હોવાથી તેના યજમાન કીટકને ૧ થી ૪ દિવસમાં મારી નાખે છે. કૃમિઓની ત્રીજી અવસ્થા કીટક્ના શરીરમાં દાખલ થાય છે. જેને “Sાવર” કહે છે. આવી કૃમિનો આંતરડાના પોલાણમાં સહજીવી જીવાણુ હોય છે, જે યજમાન કીટકના શર્રમાં પહોચતા વંશવૃધ્ધિ પામે છે. પરિણામે તીડ જેવા કીટકોમાં પાપો નાની જોવા મળે છે. ઢાલિયા કીટકોની પાખની પહેલી જોડ અવિકસિત જોવા મળે છે. ઉધઇ તથા કીડીઓના જનનાંગો પર વિપરીત અસર કરે છે. માદાના અંડાશય તથા ચરબીનો નાશ કરે છે, કીટકનો વિકાસ અટકી જાય છે અને કીટક નિષ્ક્રિય થઇ જાય છે. મચ્છરની ઇયળની તરવાની શકિતમાં ઘટાડો થાય છે. યજમાને કીટકોનો અંતસ્ત્રોવે (હોરમોન્સ) ઉપર વિપરીત અસર થતાં શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે અને ઘણીવાર નપુંસકતા પણ જોવા મળે છે. આમ કૃમિ પણ જૈવિક નિયંત્રણમાં ખુબજ ઉપયોગી અને અસરકારક જણાયા છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

નીઓએપ્લાકટાના કાર્પોકેપ્સી : આ કૃમિની જાતને ડીડી-૧૩૬ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાતના કૃમિ કીટકના શરીરમાં દાખલ થઇ કીટકની રૂધિરગુહામાં ( શરીરના પોલાણમાં) જીવાણુ છોડે છે. જે ત્યાં વંશવૃધ્ધિ પામે છે. આ સ્થિતિને સેપ્ટોસેર્મીઆ કહે છે. સેપ્ટોસેમીઆ થવાથી રોગિષ્ઠ યજમાન કટકનું મૃત્યુ થાય છે. ડાંગરની ગાભમારાની ઇયળ ઉપર આ કૃમિની અસરકારકતા નોંધાયેલ છે.

નીઓએપ્લાકટાના ગ્લેસેરી : આ પ્રકારના કૃમિ પણ ખુબજ લાંબા સમય સુધી ખુબજ ઓછા યજમાન હોય તો પણ નભી શકે છે. આ કૃમિ જાપાનીઝ બીટલ (પોપલી જેપોનીકા) ઉપર ખુબજ અસરકારક માલુમ પડેલ છે.

મરમીથીડસ : આ જાતના કૃમિઓ કીટકના શરીરમાં મોંઢા વાટે દાખલ થાય છે. ત્યાંથી હોજરીમાં દાખલ થઇ છેવટે રૂધિરગુહામાં જાય છે. ત્યાં જીવાણુંઓનો વિકાસ થાય છે અને કીટક મરી જાય છે. પુખ્ત કૃમિ યજમાનના શરીરમાં કાણું પાડી અથવા શ્વસનછદ્રો (સ્પાયરેલ્સ) માંથી બહાર નીકળી જાય. છે. ઘણીવાર આ પ્રકારના કૃમિની અસરને કારણે ફીટકોમાં વંધવ આવે છે અથવા શારીરિક ખોડ-ખાપણ જોવા મળે છે.

વિશ્વમાં જીવાત નિયંત્રક કુમિ જમીનમાંથી મેળવવામાં આવે છે. અત્યાર સુધીમાં ૩૪ પ્રકારના કૃમિઓ જીવાત નિયંત્રક તરીકે નોંધાયેલા છે જે નીચે મુજબ કોઠામાં દર્શાવેલા છે.

કૃમિની જાતીકૃમિની (સ્પીસીસ) પ્રજાતિઓ)પારસ્પરિક પ્રજાતિઓ)
સ્ટેઇનરનેમાએફીનઝેનોરહેબ્ડસ બોવીની
અરેનારીયમઝેનોરહેબ્ડસ સ્પિ.
કાર્પોકેપ્સીઝેનોરહેબ્ડસ નેમાંટોફિલસ
ક્યુબેન્યમ અને ગ્લેસેરીઝેનોરહેબ્ડસ પોઈનારી
ફેલ્ટી, ઇન્ટરમીડીયમ અને કૃસેયઝેનોરહેબ્ડસ બીવીની
કુષિડાયઝેનોરહેબ્ડસ ઝેપોનિકસ
રારમ, રીઓબ્રેવ, રીટેરી, સ્કેટેર્સી અને સીઆમકયાયઝેનોરહેબ્ડસ સ્પિ.
નીઓસ્ટેઇનરનેમાલોન્જીક્યુડમ લ્યુંમીનેસેન્સઝેનોરહેબ્ડસ
હેટેરોરહેબ્ડીટીસઆર્જેન્ટીનેસીસ, બેકટેરીફોસ, બ્રેવીક્યુંડીસ, હવાઈન્સીસ,
ઈન્ડીકા, મારેલેટસ, મેગીડીસ અને જેલાન્ડીકા
ફોટોરહેબ્ડસ લ્યુંમીને
સીન્સ

જૈવિક નિયંત્રણ માટે આ બંને જાતના કૃમિઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે કારણકે મનુષ્યો, પ્રાણીઓ કે વનસ્પતિ ઉપર તેની કોઈ આડ અસર જોવા મળતી નથી. આ કૃમિઓ વિવિધ જાતિના ઘણા કીટકોમાં રોગ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે અને આ કૃમિઓને લેબોરેટરીમાં કૃત્રિમ ખોરાક આપી લાંબા સમય સુધી ઉછેરી/સંગ્રહ કરી શકાય છે.

જૈવિક નિયંત્રણમાં કૃમિનો ઉપયોગકરવાની પધ્ધતિઓ 

૧. છંટકાવ દ્વારા : કૃમિ દ્વારા કીટકના અસરકારક નિયંત્રણ માટે વધુ ભેજની જરૂરિયાત રહે છે. તેથી દાણવાર એન્ટી ડેકસીફન્ટ કે જે વનસ્પતિ ઉપર છાંટેલ પ્રવાહના ભેજનું બાષ્પીભવન થતું અટકાવે છે. તેની સાથે મિશ્રણ કરીને કૃમિનો છંટકાવ કરી શકાય છે. પરંતુ આ પધ્ધતિથી બહુ સફળતા મળતી નથી.

૨. કીટકોની ટેવો જાણીને ઉપયોગ કરવો : અમુક પ્રકારના કીટકો ઝાડ-પાન કરીને તેમાં બનાવેલ પોલાણમાં રહે છે. આવી પોલાણમાં ભેજ વધુ હોય છે. આવી પોલાણ બનાવતાં કીટકો સામે કૃમિનો વપરાશ ખૂબજ અસરકારક નિયંત્રણ આપી શકે છે. દા.ત. સફરજનની વાડીઓમાં આવતી કોડર્નીગ કુદી (સીડીઆ પોમોનેલા) ના કોશેટા ડાળીઓની તિરાડમાં હોય છે. સ્ટેઇનરનેમા સ્ટ્રી નામના કૃમિના છંટકાવથી આ જીવાતનું ખુબ જ અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ સિવાય આ કૃમિ મકાઇના ગાભમારાની ઇયળ તથા જરદાલુની ફુદીની ઈયળ ઉપર પણ ખુબજ અસરકારક છે.

૩, જમીનમાં ભેળવીને : જમીનમાં રહેતી જીવાતો માટે કૃમિને જમીનમાં આપવામાં આવે તો તે ઘણાજ અસરકારક રહે છે. સ્ટેઇનરનેમા ફેરી નામના કૃમિઓને કોજના કીડા, વાયર વોર્મસ તથા કોલોરોડો બટાટાના ઢાલિયા કીટકના નિયંત્રણ માટે જર્મીનમાં આપવામાં આવે છે.

– જેવિક નિંયત્રક કૃમિ કઈ રીતે જીવાતની અંદર પ્રવેશ કરી નાશ કરે છે ?

– આ કૃમિ જીવાતના મોં, શ્વસનતંત્ર, ગદા અને ચામડી દ્વારા જીવાતના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની સાથે આંતરડામાં રહેલા કૃમિ પણ દાખલ થઇ જાય છે. આમ આ કૃમિ એ સહજીવી જજીવાણુના વાહક તરીકે કામ કરે છે કે જે યજમાન કીરમાં રોગ પેદા કરવા માટે જવાબદાર હોય છે. યજમાના કીટમાં દાખલ થયા બાદ સહ ની જીવાણઓ કમિના શરીરમાંથી બહાર નીકળી આવે છે અને ધીરે ધીરે તેની સંખ્યામાં વધારો થાય છે. આ જીવાણુઓ ફીના શરીરના અંદરના અગત્યના અવયવો ખાસ કરીને પ્રજનનતંબ પર આક્રમણ કરે છે અને ફીટકમાં વંધ્યત્વ ઉત્પન્ન કરે છે, અસરગ્રસ્ત ફટકનો વિકાસ અટકી જઇ મરણ પામે છે.

કેવા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય ? જેવિક નિયંત્રક કમિનો ઉપયોગ ખાસ કરીને એ ર્વી જીવાતોના નિયંત્રણ માટે થાય છે કે જયાં રાસાયણિક નિયંત્રણ શક્ય ન હોય અથવા તો મુશ્કેલ હોય, કેટલીક જીવાતો વૃક્ષોની અંદર ગેલેરી અથવા કાંણા બનાવી અંદર ભરાઇ રહેતી હોય છે અને જંતુનાશક દવાઓ સામે પ્રતિકારક શકિત વિક્સાવી હોય તેવી જીવાતોના નિયંત્રણ માટે કૃમિનો ઉપયોગ કરવામાં આવે છે. મશરુમ, સુશોભનના છોડ, સ્ટ્રોબેરી, લીંબુકુળના પાકોમાં આવતી જીવાતોનો નાશ કરવા માટે વપરાય છે.
જીવાત નિયંત્રક કૃમિ (EPN) રસાયણિક પધ્ધતિ કરતા. ખુબજ સલામત છે. યુરોપીયન દેશોમાં EPN ને રજીસ્ટ્રેશનમાંથી મુકતી મળેલ છે. જેથી કરીને આપણા દેશના નાના ઉધોગકારો આ EPN બનાવી, વેચીને ખુબજ સારી આવક મેળવી શકે તેમ છે.

મર્યાદાઓ : 

  • વાતાવરણના જુદા જુદા પરિબળો ખાસ કરીને તાપમાન સાથે સીધો સંબંધ છે. ઊંચુ તાપમાન કૃમિ પર અવળી અસર કરે છે. કૃમિને સુકું વાતાવરણ અનુકુળ આવતું નથી.
  • કૃમિની અસરકારકતા માટે ભેજવાળુ વાતાવરણ વધુ માફક આવે છે.
  • વધુમાં આ કૃમિની યજમાન કીટક શોધવાની ક્ષમતા પણ ખૂબજ ઓછી હોય છે જેથી આવા જૈવિક નિયંત્રકોનો ખાસ લાભ મેળવી શકાતો નથી.

જૈવિક નિયંત્રક કૃમિ ખાસ કરીને રોમપક્ષ (ફૂદાં અને પતંગિયા) અને ઢાલપક્ષ (ઢાલિયા) શ્રેણીની ઇયળો અને તેના કોશેટા માટે અસરકારક જણાયેલ છે. જમીનમાં વસતા કીટકો જેવા કે ઘેણ, મુળ કાપનારી ઇયળ (કટવર્મ) અને કાબરી ઇયળ તેમજ પાન પર નુકસાન કરનાર હિરાદું અને લીલી ઇયળ વગેરેના નિયંત્રણ માટે ઇપીએન તરીકે જાણીતા આ (સ્ટેઇનરનેમા ગ્લસરી અને સ્ટેઇનરનેમા રીંઓબ્રેવી) ખૂબજ આશાસ્પદ છે. કૃમિ આધારિત જૈવિક કીટનાશક દવાઓ જુદા જુદા વ્યાપારી નામે મળે છે જે નીચે મુજબ આપેલ છે. 

કૃમિની જાતકૃમિ નાશકનું વ્યાપારી નામકેવા પ્રકારની જીવાત સામે અસરકારક છે?
સ્ટેઇનરનેમા કોર્પોકેપ્સીબાયો વેટર, ઇકોમાસ્ક એકઝીબીટ, વેકટરટીએલ, એક્ષ-ગ્નટ, નેમાસ્ટાર, ગાર્ડીયન હેલીક્ષ, ઓથ, બાયોસેફ અને ગ્રીન કમાન્ડો
લેપિડોપ્ટેરસ ઇયળો માટે
સ્ટેઇનરનેમા ફેલ્ટી એન્ટોનેમ, મેગ્નેટ, નેમાસીસ, નેમાપ્લસ, ફેનમાસ્ક, ગ્નાટ નોટ અને સ્ટીલ્થ ડિટેરસ જીવાતો માટે
સ્ટેઇનરનેમા સ્કેપટેરીસ્કી હેટરોરહેડીટસ બેકટેરીફોરા પ્રોકટન્ટ
ગ્રબસ્ટેક એચબી, હેટરોમાસ્ક,
જે-3 મેક્ષ એચબી, નેમાગ્રીન, નેમાટોપ, લાવનેમ, લોન પેટ્રોલ, ઓટીનેમ અને સોઇલ કમાન્ડો
પુખ્ત કંસારી માટે
જમીનમાં રહેતા જીવાતો માટે

આમ, ખેડુતમિત્રો ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે કીટનાશકોનો ઉપયોગ કરે છે પરંતુ કેટલીક વખત આડેધડ ઉપયોગથી જીવાતના વસ્તી વિસ્ફોટના બનાવો બનતા હોય છે અને તેની નકારાત્મક અસરો વિષે હવે સામાન્ય ખેડુતો પણ સમજતા થયા છે તેથી કીટનાશક દવાઓ સિવાયના અથવા કીટનાશક દવાઓના ઓછા ઉપયોગ વડે થતા વિવિધ જાતના જીવાત નિયંત્રક કૃમિઓ વાપરીએતો આપણો ખેતી ખર્ચ પણ ધટશે અને ઉત્પાદનમાં દવાઓના અવશેષનો પ્રશ્ન મહદઅંશે નિવારી શકાય.

ડો. આર. એલ. કલસરીયા, ડો. કે. ડી. પરમાર અને પ્રો. એન. આર. ચૌહાણ પેસ્ટીસાઇડ રેસીડયુ લેબોરેટરી, આઇસીએઆર, યુનીટ- ૯
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૦ ૦૦૧

Related posts