મધમાખી ન હોય તો અનાજ પેદા ન થાય તે ઘણે અંશે સાચું છે કારણ કે આપણા પાકોમાં ફલીનીકરણ મધમાખી દ્વારા, પવન દ્વારા અને કૃત્રિમ રીતે હાલમાં થાય છે. આપણને ખબર છે કે પશુઓમાં આજકાલ કૃત્રિમ બીજદાન કરવામાં આવે છે તેવી જ રીતે જયારે મધમાખી ઘટી રહી છે ત્યારે વૈજ્ઞાનિકો પોતાની નવી શોધ પરાગનયન માટે કરી રહ્યા છે.
આજે મકાઈ, બટાટા અને બીટનું મૂલ્યવર્ધન કરીને આખા અમેરિકામાં વેચાણ કરતી ખેડૂતોની કંપનીની વાત કરવી છે. વાડીએ આપણે ભઠ્ઠો કરીને સ્વીટકોર્ન, મગફળીના ઓળા પાડીએ તેને વિદેશમાં બાર્બેક્યું કહેવાય…..