
એક દાખલા સાથે સમજો દરિયાના પાણીનો પી.એચ. ૮ હોય છે. વરસાદના પાણીનો પી.એચ. ૭ હોય છે અને દુધનો પી.એચ. ૬.૭ હોય છે. ૭ પી.એચ. વાળું અથવા તેથી નીચેનું પાણી છંટકાવ અને પિયત માટે સારું ગણાય. દા.ત. તમારું પાણી આલ્કલાઈન છે પી.એચ.૮ છે તમે જો એઝોસ્ટ્રોબિન ફૂગનાશક છાંટવા પાણીમાં દવા ભેળવતા જ દવાનું ડીગ્રેડેશન થાય પણ જો પાણી નો પી.એચ. ૭ અથવા ૭ થી નીચે હોય તો આ દવા વધુ અસરકારકતા જાળવી રાખશે. ઘણીવાર આપણે ડોળું પાણી વાપરીએ છીએ તે પણ ધ્યાન રાખવું જોઈએ. તમને યાદ હશે કે ઘણા નિંદામણનાશકમાં એમોનિયમ સલ્ફેટ નાખવાનું હોય છે શા માટે ? આ એમોનીયા પાણીને એસીડીક બનાવે છે તેને લીધે નિંદામણનાશક વધુ સારું રીઝલ્ટ આપે છે.