શહેરના અથવા તો ખેતી સાથે સ્નાન સૂતક નથી તેવા વાતો કરવા વાળા લોકોને ખબર નથી કે કેટલા વીશે સો થાય , તેમને છાપામાં વાંચેલું રાસાયણિક ખેતી ઝેરી છે ? તે વાંચીને કહેવું છે કે ખેડૂતો બહુ ઝેરી દવાઓ વાપરે છે, ખેડૂતો યુરિયા બહુ નાખે છે , ખેડૂતો દૂધી મોટી કરવા દરેક દૂધીને ઇન્જેકસન આપે છે તેવું કહીને ખેડૂતોની ફજેતી કરે છે , એલા કોઈ ખેડૂત નવરા છે દુધીયે દૂધએ ઇન્જેકસન મારવા ? આ તો કોઈ લફન્ગાએ મજાક માટે ઉતારેલ ખોટા ફોટા અને વીડિઓની અસર છે . ખેતરે જાવ તો ખબર પડે કે વરસાદ સમયસર ના પડે તો વાવેલા બીજનું શું થાય ?
