એક વાત સાચી કે ખેતી ટકાઉ હોવી જોઈએ , ટકાઉ ખેતી એટલે જેમાંથી અનાજ અને વસ્ત્ર માટે કપાસ , કઠોળ સાથે વૃક્ષોની ખેતી થતી હોય અને આ ખેતી પર્યાવરણને મદદ કરતી હોય , ટૂંકમાં ખેતી પર્યાવરણ ફ્રેન્ડલી હોય આવી ખેતી માં જંતુનાશકો વપરાતા હોય પરંતુ એવા ઈનપુટ હોય કે તેના રેસિડયુ પાકમાં રહેતા ના હોય ,ટૂંકમાં પાક ઉપર છાંટેલી દવા ભલે છાંટી હોય પરંતુ કાપણી વખતે તે જંતુનાશકના અવશેષો તેમાં રહે નહિ તો પાકનું સંરક્ષણ પણ થયું અને ઉપભોક્તાને નુકશાન પણ ના થયું ( આવી દવા કઈ કઈ ? તે જાણો ) આવા પ્રકારની ખેતીનો પ્રકાર છે પર્મા ક્લચર .
