પર્યાવરણ બદલાય રહ્યું છે , ગ્લોબલ વોર્મિંગના આ કાળમાં રોગ જીવાતની નવી પ્રજાતિ સામે આવીને ઉભી રહેવાની છે, આજે પણ અનેક કીટકો એવા છે કે જે મારવી ખેડૂતો માટે ચેલેન્જ છે , તમે ન સાંભળ્યું હોય તો નોંધો કે ગયા વર્ષે પરપ્રાંતમાં મરચીનું ઉત્પાદન ઘટવાનું કારણ કાળી થ્રિપ્સ છે એવુજ નિમેટોડનું છે , એવુજ વાઇરસનું છે , એક સાંધો ત્યાં તેર તૂટે ત્યાં એવુજ કહેવું પડે કે ટકાઉ ખેતી નફાકારક નથી અને કહેવાતી નફાકારક ખેતી ટકાઉ નથી
