મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન નામનું ઝેર થાય છે, આવી મગફળી કે મરચી નિકાસ થતી નથી, આવી મગફળી માંથી બનાવેલું પીનટ બટર પણ નિકાસ થતું નથી કારણ કે તેના લીધે ઘણા રોગો થવાની શક્યતા વધી જાય છે, ઇક્રિસેટ એટલે કે આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર આંધ્ર પ્રદેશના ખેડૂતોને પ્રશિક્ષિત કરે છે કે મગફળીમાં આ રોગ કેમ ઓછો આવે ? મગફળીની સુકવણીમાં શું કાળજી રાખવી ? સૌરાષ્ટ્રમાં આપણા માટે આ ચેલેંજ છે ત્યારે મગફળીની ખેતી ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ દ્વારા થાય અને આવી મગફળીના ઊંચા ભાવ ખેડૂતને મળશે તો વાવેતર કરનાર પણ આ અંગે કાળજી લેશે તો આપણે સફળ થાશું. વધુ વૈજ્ઞાનિક ખેતી સાથે ફરી મળીશું
