રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના પીળી નસના રોગ અને પ્રસારક ‘સફેદમાખી’ નું અસરકારક રીતે નિયંત્રણ થાય છે રોગપ્રતિકારક જાતો ની પસંદગી કરવી વધુ ઉપદ્રવ વખતે ટોલફેનપાયરાડ 30 મીલિ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
