
નાની ગુલાબી કહે, હે બા, આપણે આમ મૂળ કયાંના ? લે તને ખબર નથી ? આમ તો આપણે કીટક સમુદાયના લેપીટોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબમાંથી આવેલી પેકટીનોફેરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળ છીએ. ઓલ્યા એગ્રેજોએ આપણું નામ પીંક બોલવર્મ રાખ્યું છે અને ભારતના બધા આપણને ગુલાબી ઈયળ કહે છે. આપણે આમ તો એશીયા ખંડના ગણાઈએ પરંતુ સૌ પ્રથમ આપણા વડદાદા ઈસ્ટર્ન ઈન્ડીયા સમુદ્ર વિસ્તારમાં દેખાયા હતા અને ૧૯૧૭માં સ્ટીમર મારફત અમેરીકાના ટેકસાસ પ્રાંતમાં પહોંચ્યા ત્યાંથી મેકસીકો સુધી આપણી પેઢીઓ જીવે છે. એમ કાંઈ આપણે જેવા તેવા નથી, આપણનેય જીવવાનો હકક છે.. —– વધુ આવતી કાલે.