
હે, બા આપણને આ ખેડૂતો મારે કેવી રીતે તે કહો જેથી મારે બચવું કેમ તે ખબર પડે ?! જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ જે ખેડૂત વારા ફરતી છાંટે તે ખેતરમાં આપણી પેઢી ટકે નહિ, પણ આપણને વરદાન છે કે આપણા મા-બાપ નિશાચર ફુદા જે રાત્રે સંવનન કરી કપાસના ફુલમાં ઈંડા મૂકે અને જો કપાસ ઉગાડતો ખેડૂત આંટો ન મારતો હોય અને જાગૃત ન હોય તો આપણા ભાગ્ય ઉઘડી જાય અને ઈંડામાંથી ઈયળ સ્વરૂપે જલ્દી જલ્દી જીંડવીમાં ગરી જવાનું પછી ભલેને માથે સીન્થેટીક પાયરેથ્રોઈડ રેડે આપણું કોઈ કાંઈ બગાડી શકે નહિ, પણ આજકાલ કૃષિ વિજ્ઞાન માસિકની ફેસબુક અને વોટ્સઅપ દ્વારા ખબર પડી જાય છે કે ગુલાબી ઈયળના ફુદા દેેખાયા એટલે ખેડૂતો દવાનો છંટકાવ નિયમિત કરે અને જોઆપણે ઝપટમાં આવી ગયા તો આપણું પૂરુ… —– વધુ આવતી કાલે.