
ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ સાથે રોગકારક તમારા ખેતરમાં પ્રવેશ કરતા નથીને તેવું તો ઘ્યાન રાખી શકો કે નહિ, ? પવન અને હવામાન ના બદલાવમાં તો સૌનું થાશે તે વહુંનું થાશે. પણ તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે.