
ઘણા ખેડૂતો જમીન વેચી રહ્યા છે , જમીન આપણને બાપદાદાએ વારસાઈમાં દીધી છે.જમીન હશે તો ટેકનોલોજીના આ યુગમાં ખેતી ફરી ખેતી સજીવન થશે જોજો એક દી ખેતીના દિવસ આવવાના ખેતીમાં ટેકનોલોજી, હવામાન, વાતાવરણના તાપમાનના ફેરફારો અને સેન્દ્રીય તત્વોનું ઉમેરણ આપણે કરતા રહેશું , ડ્રિપ વાપરશું, મલ્ચીંગ કરશું અને સાચી અને સારી દવાઓ જ વાપરશુ તો ખેતી બદલાશે તેવા દિવસો દૂર નથી. આધુનિક ખેતીની વાત આવી એટલે આ ખેતીમાં આવતા રોગ-જીવાત વગેરે માટે આખા વિશ્વમાં કયાં મહત્વના મોલેકયુલ ચાલે છે. તેની નોંધ કરો. કુગનાશકમાં મેન્કોઝેબ, ટ્રાયસાયકલોઝોલ, હૈકઝાકોનાઝોલ, એઝોસ્ટ્રોબીન અને પ્રોપીકોનાઝોલ મુખ્ય છે જયારે ઈન્સેકટીસાઈડમાં ડાયનેટોકુયુરાન, કલોથીયાનીડીન, પાયમેટ્રોઝીન, કલોરફેનપાયર મુખ્ય છે. ત્યારે આપણે કયું મોલેકયુલ છાંટીએ છીએ અને કયાં રોગ માટે કયું વપરાય તે ઘ્યાનમાં રાખવાનું હોય છે .એકને એક ઝેર વારંવાર છાંટીએ તો જીવાત પણ તે મોલેકયુલ સામે પ્રતિકારકતા કેળવી લે છે તેથી જીવાત પ્રમાણે ઝેર બદલતું રહેવું તેવું વૈજ્ઞાનિકોની સલાહને અનુસરજો .
























