
રોગની શરૂઆત થયેથી એઝોક્ઝિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.
પાક ૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૪૭ ગ્રામ/૧૫ લિટર) અથવા ક્રીસોકઝીમ મીથાઈલ ૪૪.૩ એસસી (૧૫ મિ.લી./૧૫ લિટર) તેમજ રપ મિ.લી. સાબુનુ સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી ફૂગનાશકનુ દ્રાવણ છોડ ઉપર ધૂમાડા સ્વરૂપે પડે અને બધાજ છોડ પૂરેપૂરા ભીંજાય એ રીતે છાંટવુ જાેઈએ. આમ ૧૦ દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવાથી રોગનુ અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. જીરૂના પાકમાં રાસાયણિક ફૂગનાશકના અવશેષો ટાળવા ઉગાવા પછી ૪૦, ૬૦ દિવસે ક્રીસોકઝીમ મીથાઈલ ૪૪.૩ એસસી (૧ મિ.લી./લિટર), મેન્કોઝેબ (૩.પ ગ્રામ/લિટર) અને ડાયફેનાકોનાઝોલ રપ ઈસી (૦.પ મિ.લી./લિટર) ના છંટકાવ કરવા.