
● ઓર્ગેનિક ખેતી હોય કે ઇનઓર્ગેનિક ખેતી હોય સૌથી પ્રથમ આપણે આપણી ધરતીનું સ્વાસ્થ્ય સુધારવું પડશે. કુદરતે ધરતીમાં કરોડો ઉપયોગી બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝૂઆ, અળશિયા વગેરે આપણને ભેટ ધર્યા છે તેના લીધે આપણી જમીન જીવતી છે આને વૈજ્ઞાનિક ભાષામાં માઈક્રોબ્ઝ કહે છે. માઈક્રોબ્ઝની હાજરી આપણી ખેતીમાં કેમ વધે તે વિચારવાનો સમય આવ્યો છે..