
● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ ખાતર આપણા છોડને જોઈએ તે સ્વરૂપે ક્યારે મળે તે તમને ખબર છે ? દા.ત. યુરીયા સીધું છોડ લઇ શકતો નથી. જમીનમાં જેટલા માઈક્રોબ્ઝની સંખ્યા વધારે તેમ ખાતર ઝડપથી વિઘટન પામી મૂળ લઇ શકે તે સ્વરૂપે ઉપલબ્ધ થાય તો છોડ લઇ શકે છે.