
● યુરીયા જમીનમાં નાખવાથી જમીનમાં રહેલ માઈક્રોબ્ઝ તેના વિઘટન માટે લાગી પડે છે. આ માઈક્રોબ્ઝ યુરિયાના એમોનીકલ ફોર્મ માંથી નાઈટ્રેટ સ્વરૂપે ફેરવે છે એટલે હવે નાઈટ્રેટ સ્વરૂપે તૈયાર થયેલો નાઈટ્રોજન છોડને લભ્ય બને છે આ પ્રક્રિયા માટે જરૂર છે માઈક્રોબ્ઝની, આ માટે જરૂર છે સેન્દ્રીય પદાર્થો થી ભરેલ લબલબ જમીન અને ઉપયોગી માઈક્રોબ્ઝની હાજરી દ્વારા જ જમીનમાં પડેલા પોષક દ્રવ્યો છોડને લભ્ય થાય છે.