વિશ્ચમાં દરેક જગ્યાએ આહારમાં તેનો ઉપયોગ જાણીતો છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરની તંદુરસ્તીમાં વધારો કરે છે. પ્રાચીનકાળમાં પણ ચેપ સામે લડવા માટે તેનો ઉપયોગ થતો હતો. નેશનલ સેન્ટર ફોર કોમ્પ્લીમેન્ટરી એન્ડ ઈસ્ટિગ્રેટિવ હેલ્થમાં જણાવ્યા અનુસાર લસણ એ લોહીના દબાણને ઘટાડવામાં મદદરૂપ છે અને રક્તવાહિનીઓને સષ્સ બનતી અટકાવે છે. લસણમાં રહેલ ગંધક ધરાવતા એલીસીન જેવો પદાર્થ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભારતમાં પ્રાચીનકાળથી વિવિધ ખોરાકની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. તે સ્વેદલ, મૃત્રલ, ઉષ્ણ, કફધ્ન, હૃધ્યોત્તેજક, વિષધ્ન, કૃમિધ્ન, પૌષ્ટિક, ઉત્તેજક, દીપક, પાચક, સડો અટકાવનાર અને વાતહર છે.