
પ્રકાશ પિંજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતનાં પુષ્ટને આકર્ષી નાશ કરવો.
આ જીવાતનાં નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા અને તેની લ્યુર દર ૪૦ દિવસે બદલતા રહેવી.
વધુ ઉપદ્રવ હોય તો સ્પીનેટોરમ (૧૫ મિ.લિ./૧૫ (લિટર પાણી) અથવા એમામેકટીન બેન્ઝોએટ પ એસજી, ૦.૦૦૨૫% (૮ ગ્રામ/૧૫ લિટર પાણી) અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી, ૦.૦૦૬૯% (૬ મિ.લિ./૧૫ લિટર પાણી) અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી, ૦.૧૧% (૨૫ ગ્રામ/૧૫ લિટર પાણી)નો પ્રથમ છંટકાવ જીવાતના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવો તેમજ ડોડાના ઉતાર/ કાપણી અને છેલ્લા છંટકાવ વચ્ચેનો સમયગાળો ૩૦ દિવસ રાખવો.
ઘાસચારાની મકાઈમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી લઈ ઢોરને ખવડાવી દેવી.