

આપણે શિયાળુ પાક મોટા પાયે લીધો છે હવે ઉનાળામાં પાણીની ખેંચ પડશે તેવું ખેડૂતો કહે છે, વળી પાછું બીવડાવવા માટે જન્મેલું છાપું અને વોટ્સએપ સોશિયલ મીડિયા આપણને બીવડાવે છે કે આવતા વર્ષે અલનીનોને લીધે વરસાદ ઓછો આવશે. આપણે શા માટે ડરવું જોઈએ ? આપણા ગુજરાતને બે દરિયા વરસાદ માટે મદદ કરે છે . અને હા આપણે ફરી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, ખેતરનું પાણી ખેતરમાં રિચાર્જ કરીએ તો અને ઇઝરાયલની જેમ ડ્રિપ વગર ખેતી નહિ તેવું નક્કી કરીએ તો આપણને કોઈ ડરાવી શકે નહિ.



























