૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને ૧૦ દીવસ સુધી સડવા દો. અમૃતપાણી ૧૦ કિલો દેશી ગાયના છાણ અને ૫૦૦ ગ્રામ મધને ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
અમૃતપાણીનો ઉપયોગ :
૧ લિટર અમૃતપાણીનું દ્રાવણ ૧૦ લિટર પાણીમાં ભેળવીને સિંચાઈ તરીકે ઉપયોગ કરો.
રોપતાં પહેલાં બીજને અમૃતપાણીના દ્રાવણમાં ૨૪ કલાક પલાળી રાખો.
સૂકા પાંદડા અથવા ઘાસચારાને અમૃતપાણીના દ્રાવણમાં પલાળીને પશુના આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે.