ભીંડાની દરેક વીણી વખતે લીલી અને કાબરી ઈયળથી નુક્સાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. વીણી કરેલ ભીંડામાંથી સડેલા ભીડા જુદા તારવી તેને ઢોરને ખવડાવી દેવા કે ઈયળો સહિત નાશ કરવો.
ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને શક્ય હોય તો પ્રકાશ પિજરનો ઉપયોગ કરવો. ભીંડાની સમયસર અને નિયમિત વીણીથી શીંગો પર મૂકાયેલા ઈંડાં ખેતરમાંથી દૂર થશે, પરિણામે જીવાતની વસ્તી માત્રા ઘટવા પામશે.
આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં બ્યુવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
આ જીવાતોનો ઉપદ્રવ વધતો જણાય ત્યારે ફેનવાલરેટ ૨૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઇસી ૧૫ મિ.લિ. એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૫ ગ્રામ અથવા લેમડા સાયહેલોશથ્રીન પ ઇસી ૮ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.