

આજે બધા ખેડૂતોનો પ્રશ્ન છે કે બઝારમાં એગ્રોવાળા વેપારીઓ બ્રાન્ડેડ બીજ સસ્તુ આપે છે ? ઈ કેમ થતું હશે ? બીજ ખરીદવા જાવ ત્યારે ઘણા વેપારી બ્રાન્ડેડ સરકાર માન્ય અથવા ખુબ જાણીતું બિયારણ સરકાર માન્ય ભાવ કરતા નીચા ભાવે વેચતા જોવા મળશે ત્યારે તમે ચેતી જજો કારણ કે આ લાલચ આપવાની રીત છે, આ મોવટુ છે. તમારે લેવાના કે ખરીદવાના કુલ જથ્થામાં તમને બિયારણના થોડા પેકેટ પડીકા બીટી અથવાતો અજાણી કંપનીનું મરચીનું બિયારણ એવું કહીને આપશે કે આ સરકાર માન્યમાં મારી કોઈ ગેરંટી નહિ પણ આ હું આપું તે બિયારણ અડધું લઈ જાવ તેમા મારી ૧૦૦ ટકા ગેરંટી અને તમને અડધો અડધ એ પરાણે આપશે. કારણ કે તે પડીકા બીટી માં ઊંચી કમાણી હોય એટલે સરકારમાન્ય માં 50 કાપી આપ્યા તે કરતાતો ક્યાંય પડીકામાં વટક વળી ગયું. બોલો વેપારી કેવા કાબા છે? આપણે પણ વેપારી સામે બાર્ગેનર બનો , ખેડૂતે પણ વેપારી તરીકે ભાવનું બાર્ગેઈન કરવાનું, પણ ધાર્યું હોય તે જ લેવાનું શીખો . આપણે ગયા વર્ષે જેનો પ્લોટકે નિદર્શન જોયો ના હોયતેવું એક પણ મરચીનું બી નથી જોઈતું તેવી કહેવાની હિંમત રાખો .તમે જે વાવતા હો અને તમારા ખેતરમાં સારું નીપજ્યું હોય તે ખાસ લ્યો , હા અખતરો કરવા એકાદ પેકેટ નવીન જરૂર લ્યો પણ આખું નહિ બદલાવતા.

























