
સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં લઈ રાજય સરકારે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જોગવાઈ સંદર્ભિત પત્રથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં બિનસરકારી સભ્યો પૈકી one distinguished agro industrilist તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.જેમાં કૃષિ અને કૃષિ સંલગ્ન શાખાઓની પૂર્વ ભૂમિકા ડો. કેશવજીભાઈ ડોબરીયા અને ડો.મગનલાલ ખાનપરા, ખેડૂત સભ્ય તરીકે સંદિપભાઈ ઠુમ્મર મહિલા સામાજિક કાર્યકર્તા તરીકે ભાવનાબેન હિરપરા, કૃષિ ઉદ્યોગપતિ તરીકે ડો.થોભણભાઈ ઢોલરીયા તેમજ ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કૌશિકભાઈ વેકરિયાની નિમણુંક કરવામાં આવી છે. ડો.થોભણ ઢોલરીયા એક વૈજ્ઞાનિક છે કૃષિ ક્ષેત્રે નાની વયે પીએચડીની પદવી તથા રાષ્ટ્રીય કક્ષાએ ફેલોશીપ એવોર્ડ મેળવ્યો છે. તદ્ઉપરાંત ૨૦ જેટલી બી.ટી.કપાસની વધુ ઉત્પાદન આપતી જાતો પણ શોધી છે. ધરાવતા તેમની સંસ્થા મારફતે દેશના ૨૦ રાજયોમાં છેલ્લા ૨૦ વર્ષથી ગુણવત્તા યુકત બિયારણ ખેડૂતોને પુરું પાડે છે. તેની સાથોસાથ ખેતીલક્ષી શિબિર યોજી માર્ગદર્શન પુરૂ પાડી છે.
આમ ડો.થોભણ ઢોલરીયા કૃષિક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ડો.થોભણ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક થતા પરિવારજનો મિત્રો વર્તુળ કૃષિ પાસેથી શુભકામનાઓ મળી રહી છે