
જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો. દા.ત. સાંજે તમે સુવા જાવ ત્યારે થોડું ઠંડુ વાતાવરણ હતું. અડધી રાત્રે ઓઢેલું કાઢી નાખવાનું મન થાય તો તમે ફળિયામાં આવજો જો વાદળા હોય તો આ સમય થ્રીપ્સને ઈંડા મુકવાનો સમય છે. તમારા પાકમાં થ્રીપ્સ પાનમાં સ્લીટ કરીને ઈંડા મુકશે. ઈંડા બે દિવસમાં સેવસે એટલે ઈંડામાંથી બચ્ચા બહાર આવી જશે. તમારી પાસે ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો. તેનો તમે ટ્રાન્સલેમિનિયર ઇફેક્ટ આપતી દવા સાથે કરી શકો પણ જો બચ્ચા બહાર આવી ગયા તો સિસ્ટેમિક દવા છાંટવી પડશે. આવું વાતાવરણ ક્યારે થાય? ગઈ રાત્રીનું તાપમાન કરતા આજની રાતનું તાપમાન ત્રણ-ચાર ડિગ્રી વધે, તો થ્રીપ્સને ઈંડા મુકવાનો સમય થયો તેવું કહી શકાય.