
મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે એટલે મેળામાં જવું હોય તો ટુકડી બનાવીને જવાનું મેળાના દરવાજે બધા છુટ્ટા એક ટુકડી મશીનરીના સ્ટોલની માહિતી મેળવે તો બીજી પ્રાકૃતિક ખેતીની, ત્રીજી ટુકડી વળી હવામાન યંત્રો, ડ્રોન સેવા આપણા ગામડે કેવી રીતે મળે ? તે જાણે અને આ બધી ટુકડી ડાયરીમાં નોંધ કરે, સ્ટોલવાળા પાસેથી લિટરેચર અને વિઝિટિંગ કાર્ડ લે , જ્યાં જયા ક્યુઆર કોડથી સોસીઅલ મીડિયામાં જોડાવાની સગવડતા હોય ત્યાં વૉટ્સઍપમાં જોડાય જવાનું એટલે પછી કંપની આપણને માહિતી મોકલતી રહે અને હા સ્ટોલમાં દર્શાવેલી પ્રોડક્ટના મોબાઇલથી ફોટા પાડવાનું તો ભુલવાનું જ નહિ
એટલે પછી ગામડે આવીને એક મીટીંગમાં દરેક ટુકડી પોતાની વાત રજુ કરે, બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ?