
મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. નર ફૂદાને આકર્ષવા હેક્ટરે ૪૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
ક્વિનાલફોસ રપ ઇસી ૪૦ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦% — સાયપરમેથ્રીન ૪% ૧૫ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ ડંબલ્યૂજી ૮ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૫ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૩૦ ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન પ ઈસી ૧૫ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૫૦% + સાયપરમેથ્રીન ૫% (પપ ઈસી) ૧૫ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.