
હવે મરચીના છોડમાં રોગ કેવી રીતે આવે છે ? તે સમજીએ, રોગકારકના ફેલાવામાં કોણ કોણ ભાગ ભજવે છે તે પણ સમજી લેવું જોઈએ. કોઈપણ રોગકારક જે તમારા ખેતરમાં આવ્યું છે તેને ફેલાવા માટે અનુકુળ વાતાવરણ અને સમય જોઈએ. રોગકારક તો જ ફેલાય જો તેને હોસ્ટ મળે એટલે કે મરચીના રોગ મરચીમાં ફેલાય કપાસમાં નહિ, એટલે જ તો આપણે કહીએ છીએ ને કે એવા બે પાકો સાથે ન વાવવા કે બન્નેમાં સરખો રોગ લાગતો હોય. દા.ત. ભીંડા સાથે કપાસ નું વાવેતર ન કરાય .